Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ભાજપે ખોલ્‍યો વચનોનો પટારો

અમદાવાદઃ ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે આજે વચનોનો પટારો ખોલ્‍યો છેઃ ભાજપના અધ્‍યક્ષ નડ્ડા, મુખ્‍યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટિલ હાજરઃ ‘આપ'ની ‘રેવડી', અને કોંગ્રેસના ‘મફતના વાયદા' બાદ હવે ભાજપ રોજગાર વિકાસ, મહિલા સુરક્ષા, ખેડૂત વગેરેને ધ્‍યાને રાખી વચનો આપે તેવી શકયતા છે. ભાજપ આદિવાસી OBC સમુદાય માટે નવી જાહેરાત કરે તેવી શકયતા છેઃ આરોગ્‍યને પણ પ્રાધાન્‍ય અપાય તેવી શકયતા છેઃ ભાજપે દાવો કર્યો છે કે તેણે ૭૦ ટકા વચનો પરિપૂર્ણ કર્યા છે.

(11:35 am IST)