Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ચૂંટણી દરમ્‍યાન ખુલ્લા વાહનોની માંગ વધી

મારૂતી જીપ્‍સી, મહિન્‍દ્રા થાર અને કલાસીક જીપની સૌથી વધારે માંગ

અમદાવાદ, તા.૨૬: ચૂંટણીની આ મોસમમાં ખુલ્લા છાપરાવાળા વાહનો ખાસ કરીને વીન્‍ટેજ પ્રકારની જીપોનું એડવાન્‍સ બુકીંગ રોડશો અને ડીસેમ્‍બરની ૮ તારીખે વિજય સરઘસ માટે ઉમેદવારો દ્વારા કરાઇ રહ્યું છે. રાજકારણીઓ માટે ખુલ્લા વાહનોની વ્‍યવસ્‍થા કરનાર મુબીન કાદરીએ કહ્યું, ‘મારૂતી જીપ્‍સી, મહિન્‍દ્રા થાર અને કલાસીક મુબીન કાદરીએ કહ્યું, ‘મારૂતી જીપ્‍સી, મહિન્‍દ્રા થાર અને કલાસીક જીપો સૌથી વધારે પસંદ કરાતા વાહનો છે.'

બીજી પસંદગી સન-રૂફ સાથેના એસયુવી વાહનો છે. આ વાહનો ઉમેદવારો અથવા પ્રચારકોને ઓછામાં ઓછા સમયમાં પબ્‍લીક સાથે જોડે છે. રિટર્નીગ ઓફીસર પાસેથી રેલીની પરવાનગી લેતી વખતે વાહનોની વિગતો રજૂ કરવી પડે છે અને તેનો ખર્ચ પણ બતાવવો પડે છે.

આ અંગે વાત કરતા જમાલપુર ખાડીયાના કોંગ્રેસી ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ કહ્યું, ‘મારી રેલી દરમ્‍યાન હું ભાગ્‍યેજ ખુલ્લા વાહનનો ઉપયોગ કરૂ છું કેમ કે હું મતદારોને સીધા મળવાનું વધારે પસંદ કરૂ છું. કેટલાક નેતાઓએ આની જરૂર પડતી હશે પણ મારે તેની જરૂર નથી પડતી કેમ કે હું મારી જાતને સામાન્‍ય કાર્યકર જ ગણું છું. વિજય સરઘસ દરમ્‍યાન મારા કાર્યકરો મને ખુલ્લા વાહનમાં બેસવાનું દબાણ કરે છે અને ત્‍યારે હું તે વાપરૂ છું.'

એક ટ્રાવેલ એજન્‍સીના માલિક જગદીશ પટેલે કહ્યું, ‘ઘણાં ઉમેદવારો ફોર્મ ભરવા જતી વખતે ખૂલ્લા વાહનોનું બુકીંગ કરાવ્‍યું હતું. મારી પાસે ૩ ખુલ્લી મહિન્‍દ્રા એસયુવી છે અને હું એક દિવસના ૫૫૦૦ રૂપિયા વિભીન્‍ન પક્ષોના ઉમેદવારો પાસેથી લેતો હોઉ છું.

વડાપ્રધાન મોદી માટે ખુલ્લા વાહન માટે ભાજપાએ ખાસ વ્‍યવસ્‍થા કરેલી છે. ગાંધીનગરમાં ભાજપાના એક ટોચના નેતાના બંગલે આ સ્‍પેશયલ વાહન રખાયેલું છે. જયારે પણ વડાપ્રધાન અમદાવાદ કે ગાંધીનગરમાં રોડ શો કરે ત્‍યારે તે વાપરવામાં આવે છે. સુરક્ષા એજન્‍સીઓ દ્વારા જરૂરી ચેકીંગ પછી આ વાહન વાપરવામાં આવે છે.

(1:12 pm IST)