Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વિકાસકાર્યોને વધુ વેગવંતા કરવા માટે બ્રહ્મસમાજ કટિબધ્‍ધઃ રામભાઇ મોકરીયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ર૦રર માટે મતદાન આડે હવે ગણત્રીના દિવસો બાકી છે અને મુખ્‍ય પક્ષોના ઉમેદવારો સહિત તમામ ઉમેદવારો પૂરજાશમાં પોતાનો પ્રચાર કરી રહ્યા છે. ત્‍યારે વિધાનસભા -૬૯ રાજકોટ પヘમિ બેઠકના ઉમેદવાર ડો. દર્શીતાબેન શાહ, રાજકોટ -૭૦ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા , રાજકોટ - ૬૮પૂર્વ બેઠકના ઉદયભાઇ કાનગડ રાજકોટ -૭૧ગ્રામ્‍યના ભાનુબેન બાબરીયા સહિતનાએ રાજયસભાના સાંસદ અને સૌરાષ્ટ્ર કચ્‍છ ગુજરાતના બ્રહ્મ સમાજના અગ્રણી રામભાઈ મોકરીયાના નિવાસસ્‍થાને તેઓની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. રામભાઈ મોકરીયાએ ભાજપના ઉમેદવારો તથા ભાજપના આગેવાનોનું સહિત સૌનું પુષ્‍પગુચ્‍છ અર્પણ કરીને સ્‍વાગત કર્યું હતું. રામભાઈ મોકરીયાએ જણાવ્‍યું હતું કે સમસ્‍ત બ્રહ્મસમાજ ભાજપની વિચારધારાની સાથેછે. અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડા , મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલ સહિતના દ્વારા થતા વિકાસ કાર્યોને વધુ વેગ મળે તે માટે બ્રહ્મસમાજ હંમેશા ભાજપને સમર્થન આપી રહ્યું છે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારોને સમર્થન આપીને વધુ એક વખત ડબલ એન્‍જિન સરકાર શાસનમાં આવે તે માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્‍છ અને ગુજરાતના બ્રહ્મસમાજના આગેવાનો કટિબદ્ધ બન્‍યા છે. રાજયસભાના સાંસદ અને બ્રહ્મસમાજના અગ્રણી રામભાઈ મોકરીયાની આગેવાનીમાં બ્રહ્મસમાજના આગેવાનોની સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત બ્રહ્મ સમાજની ગુજરાતની એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ , ભાજપના મંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જહાનવીબેન વ્‍યાસ, યજ્ઞેશભાઇ ભટ્ટ, નવસારીના વિનોદભાઈ દેસાઈ સહિત નાની આગેવાનીમાં ગુજરાતનો પ્રવાસ કરવામાં આવ્‍યો હતો અને સમગ્ર ગુજરાતમાં ભાજપ સરકારના વિકાસ કાર્યોને વધુ વેગ મળે તે માટે બ્રહ્મસમાજના આગેવાનો સાથે મીટીંગો કરવામાં આવી હતી જેમાં બ્રહ્મસમાજના આગેવાનોએ હકારાત્‍મક અભિગમ અપનાવીને કેન્‍દ્ર અને રાજયમાં રહેલી ભાજપ સરકાર ને સમર્થન આપવા માટે સૌ કોઈ કટિબદ્ધ બન્‍યા હતા.રામભાઈ મોકરીયાની આગેવાનીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્‍છની બ્રહ્મસમાજની કમિટી બનાવવામાં આવી છે જેમાં જીતુભાઈ મહેતા, કશ્‍યપભાઈ શુક્‍લ કિરીટભાઈ પાઠક, બકુલભાઈ જાની સહિતનાએ કરેલી હાકલના અનુસંધાને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્‍છ બ્રહ્મસમાજ પણ ભાજપની વિચારધારા સાથે જોડાયો છે.

(3:31 pm IST)