Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વડોદરામાં નરેન્‍દ્રભાઇ મોદીની સભામાં વિદેશી નાગરિકોએ ભાજપનો ખેસ પહેરી ચૂંટણી પ્રચાર કરતા ટીએમસીના સાંસદે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

વિદેશીઓની સભામાં ઉપસ્‍થિતિને ટીએમસીએ ચૂંટણીઓમાં ગંભીર હસ્‍તક્ષેપ અને વિઝા કાયદાનું ઉલ્લંઘન ગણાવ્‍યુ

વડોદરાઃ તાજેતરમાં વડોદરામાં નરેન્‍દ્રભાઇ મોદીની સભા યોજાઇ હતી. આ સભામાં વિદેશી નાગરિકોની ઉપસ્‍થિતિને લઇ તૃણમુલ કોંગ્રેસના સાંસદે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વડોદરામાં સભા યોજાઈ હતી. જેમાં કેટલાક વિદેશી નાગરિકોએ હાજરી આપી હતી. જે અંગે બીજેપી ગુજરાતે પણ ટ્વીટ કરી હતી. ત્યારે વડોદરામાં પીએમ મોદીની સભામાં વિદેશી નાગરિકોની ઉપસ્થિતિને મામલે વિવાદ થયો છે. મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે રાષ્ટ્રીય ચુંટણી પંચને ફરિયાદ કરી છે. ટીએમસીનાં રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેએ ચુંટણી પંચને આ અંગે ફરિયાદ કરી છે. 

તાજેતરમાં વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાઈ હતી. આ સભામાં કેટલાક વિદેશી નાગરિકો જોવા મળ્યા હતા. ત્યારે સભામાં પહોંચેલા વિદેશી નાગરિકો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. 23 નવેમ્બરે વડોદરાનાં નવલખી મેદાનમાં પીએમની જાહેર સભા યોજાઈ હતી. સાકેત ગોખલેએ ટ્વીટ કરી ભાજપ દ્વારા પ્રચાર માટે વિદેશીઓને ઉપયોગ કરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાત ભાજપે પોતાનાં આધિકારિક ટ્વીટર હેન્ડલ પર મોદીની સભામાં વિદેશીઓનો વીડિયો પણ શેર કર્યો હતો. વડોદરામાં પીએમ મોદીની સભામાં વિદેશી નાગરિકોએ ભાજપનો ખેસ પહેરી પ્રચાર કર્યો હતો. 

મોદીની સભામાં વિદેશીઓની હાજરીને TMC એ ભારતીય ચૂંટણીઓમાં ગંભીર વિદેશી હસ્તક્ષેપ સમાન ગણાવ્યો હતો. TMC એ આ બાબતને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 અને ભારતનાં વિઝા કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે આદર્શ આચારસંહિતાનો ભંગ ન થતો હોવાનું જણાવ્યું. 

ત્યારે આ મામલે રાષ્ટ્રીય ચુંટણી પંચે રાજ્ય ચુંટણી પંચ પાસેથી અહેવાલ માંગ્યો છે. રાજ્ય ચુંટણી પંચે વડોદરાનાં જિલ્લા ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. 

(5:23 pm IST)