Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

સુરત:4.58 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં 2 ટકાના વ્યાજે લીધેલા હાથ ઉછીના4 લાખના લેણાંના પેમેન્ટ પેટે આપેલા  4.58 લાખના ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ચેતનકુમાર આર.મોદીએ દોષી ઠેરવી એક વર્ષની કેદ ની સજા ફટકારી છે.

મહીધરપુરા ખાતે મહાવીર પ્લાઝો વાણીયા શેરીમાં રહેતા ફરિયાદી વર્ષાબેન અભયકુમાર શાહે વર્ષ-2012માં ટોપ્સી હર્બલના આરોપી સંચાલક કમલ રમેશ પટ્ટણી(રે.મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ પાલરોડ રાંદેર)ને 2 ટકાના વ્યાજે રૃ.4 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે લેણાંના વ્યાજ સહિત આરોપીએ ફરિયાદીને કુલ રૃ.4.58 લાખનો ચેક લખી આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આરોપીએ બચાવ લીધો હતો કે, ફરિયાદીએ સિક્યોરીટી પેટે આપેલા ચેકનો દુરુપયોગ કર્યો છે. પરંતુ તેના સમર્થનમાં પુરાવો રજુ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને ફરિયાદીને ચેકની લેણી રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ દિવસની કેદની સજા ભોગવવા નિર્દેશ આપ્યો છે.

(5:29 pm IST)