Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વડોદરાના આજવારોડ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે ઓચિંતાનો છાપો મારી સાત શખ્સોની ધરપકડ કરી

વડોદરા: આજવારોડ જાદવ અમી શ્રદ્ધા સોસાયટીમાં ચાલતા જુગારધામમાં જુગાર રમતા ગેરેજના કારીગર, શાકભાજીની લારી ચલાવતા તેમજ રીક્ષા ડ્રાઇવર પકડાયા છે.બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ  ગુનાની તપાસ સિટિ પી.આઇ.ને સોંપવામાં આવી છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે,આજવા રોડ નવજીવન પાસે જાદવ અમી શ્રદ્ધા  સોસાયટીમાં રહેતો  રિતેશ કૈલાસભાઇ ધોબી પોતાના ઘરમાં જુગારધામ ચલાવે છે.જેથી,પી.આઇ.એસ.ડી.રાતડાની સૂચના મુજબ સ્ટાફના એ.એસ.આઇ.અરવિંદભાઇ  તથા અન્યએ ઉપરોક્ત સ્થળે જઇને રેડ પાડી હતી.સ્થળ પરથી જુગારધામનો સંચાલક  રિતેશ ધોબી તથા જુગાર રમતા (૨) અશોક દામજીભાઇ પંચાલ (રહે.શ્રીનાથ ધામ સોસાયટી,વાઘોડિયા રોડ) (૩) હરિશ જગદીશભાઇ પોતદાર (રહે.વિજય નગર, તરસાલી) (૪) જતિન ઉર્ફે મિતેશ રાજેન્દ્રભાઇ મહંત (રહે.રણછોડજી ફળિયા, વાઘોડિયા) (૫) રાહુલ મનુભાઇ કહાર (રહે.ઉકાજીનું વાડિયું, વૃંદાવન ચાર રસ્તા, વાઘોડિયા રોડ) (૬) શૈલેષ ઉર્ફે માર્શલ કનુભાઇ જયસ્વાલ (રહે.વિશાલ નગર, તરસાલી) અને (૭) ઇબ્રાહિમ ઉર્ફે ગની નૂરાભાઇ ઘાંચી (રહે.રણછોડજી મંદિર, તરસાલી)ને ઝડપી પાડયા હતા.પોલીસે જુગારીઓ પાસેથી છ મોબાઇલ ફોન અને રોકડા મળીને કુલ રૃપિયા ૧.૦૬ લાખની મત્તા કબજે કરી હતી.આ અંગે સિટિ પોલીસ સ્ટેશનના પી.આઇ.એમ.એન.શેખે વધુ તપાસ  હાથ ધરી છે.પોલીસે જુગારધામના સંચાલકની પાસા  હેઠળ અટકાયત કરી છે.

(5:32 pm IST)