Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

મહેસાણા શહેરમાં કાશી વિશ્વનાથ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે : 26, 27 તથા 28 નવેમ્બરના રોજ થનારી ત્રિ દિવસીય ઉજવણીમાં લોક ડાયરો ,રાસ ગરબા ,તથા શાસ્ત્રોક વિધિથી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાશે

મહેસાણા : વિધાનસભાની ચૂંટણીના પ્રખંડ વેગથી ચાલતા પ્રચારની સાથે સાથે.. મહેસાણા શહેરમાં રાધનપુર રોડ ઉપર કાશી વિશ્વનાથ મહાદેવનું ભવ્યતાતીત ભવ્ય મંદિરનું નિર્માણ થયેલ છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 26, 27, 28 નવેમ્બરના રોજ ખૂબ જ રંગે ચંગે ઉજવવાનું આયોજન થયેલ છે.

તેના પ્રેરક શ્રી દક્ષેશભાઈ પટેલ. (સહજ ગ્રુપ) ના જણાવ્યા પ્રમાણે 26 તારીખે સાયરામ દવે નો લોક ડાયરો, 27 તારીખે રાસ ગરબા અને 28 તારીખે મહાપ્રસાદ ની ઉજવણી કરવામાં આવશે. જેમાં 28 તારીખે મહેસાણા નગરના 35,000 થી
40 હજાર લોકો આ પ્રસાદીનો લાભ લેશે. ત્રણ દિવસ સુધી શાસ્ત્રોક વિધિથી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરાશે. જેની અંદર આહુતિઓ આપીને મૂર્તિ માં પ્રાણ પ્રતિષ્ઠા નો સંચાર કરવામાં આવશે.

આ ભવ્ય કાર્યક્રમ માટે આજુબાજુની તમામ સોસાયટીઓ ના સાથ
સહકાર થી અલગ અલગ ટીમો દ્વારા જવાબદારી ઉઠાવીને એકબીજાના ખભે ખભા મિલાવીને કાર્ય થઈ રહ્યું છે. કાશી વિશ્વનાથ મંદિર નું નિર્માણ આજથી ત્રણ વર્ષ પહેલા શરૂ કર્યું હતું, તેને અઢાર મહિનામાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ કોરોનાની પરિસ્થિતિ ને કારણે થોડોક સમય લેટ થયું,પરંતુ ખૂબ જ સુંદર રીતે અતિ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે.

મહેસાણા નું આ મંદીર ત્રણ નાની ચોકી તેમજ એક મોટા ઘુમ્મટ સાથે રાજસ્થાન ના લાલ પથ્થર નું બનેલું છે. આ મંદિર નું શિવલિંગ મધ્યપ્રદેશ માં નર્મદા નદી નીકળી રહી છે, ત્યો નદી ની અંદર એક હજાર ફૂટ નીચે શિવલિંગ કંડારવા ના પથ્થરો આવેલા છે.અને તેની નજદીક બકાવા ગામ છે.જ્યો કારીગરો દ્રારા શિવલિંગ નું નિર્માણનું કાર્ય થાય છે.તે જગ્યાએ થી દુનિયાભર માં શિવલિંગ જાય છે.તે
કુદરતી પથ્થર માં થી જ બનાવેલા હોય છે.

આ શિવલિંગ ની ખાસિયત તે છે, કે તેની ઉપર દહીં, દુધ,પાણી, ઘી, સતત ચઢાવવા થી
પથ્થર ઉપર કોઈ ફેરફાર થતો નથી.હજારો વર્ષો સુધી પાણી માં રાખવામાં આવે તો પણ તેમના તેમ જ રહે છે. હવામાન ની પણ કોઈ અસર થતી નથી.ત્યોથી લાવી ને આ મંદિર માં શિવલિંગ નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર ની જ્યોત વિશ્વવિખ્યાત જ્યોતિર્લિંગમાં નું એક ઉત્તર પ્રદેશ ના વારાણસી શહેરના કાશી વિશ્વનાથ મંદિર માંથી લાવવામાં આવી છે. જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જ્યોતને આ મંદિરમાં સ્થાન આપવામાં આવશે.

પબ્લિક સમક્ષ આ ભવ્ય મંદિરને પૂજન, અર્ચન,દર્શન માટે અર્પણ કરવામાં આવશે. આજુબાજુની 50 થી વધુ સોસાયટીઓ માં હાલ જાણે કે દિવાળીનો મહોત્સવ હોય તે રીતે દરેકના ઘરે ત્રણ દિવસ દીવડા પ્રગટાવવામાં આવશે. દરેક ભાઈ બહેન સેવાકીય કાર્યમાં જોડાશે, આ મંદિર ઓછામાં ઓછા અંદાજિત છ થી સાત
કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે.

હવે.. પ્રજાજનો ને મહેસાણા માં રહી ને કાશી વિશ્વનાથ દાદા ના દર્શન થઇ જશે.તેવું પિન્ટુ જયસ્વાલ દ્વારા જાણવા મળે છે.

(5:58 pm IST)