Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

2017ના સંકલ્પ પત્રમાંથી 70 ટકા વાયદા પૂર્ણ થયા: ભાજપનો દાવો

ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો આધુનિક બનાવ્યા,શહેરો અને ગામડાનો વિકાસ કર્યો અને દરેક ઘરમાં નળથી જળનો વાયદો પૂર્ણ કર્યો

અમદાવાદ : 2017ના સંકલ્પ પત્રમાંથી ભાજપનો દાવો છે કે 70 ટકા વાયદા પૂર્ણ થયા. ભાજપના દાવા પર નજર કરીએ તો ખેડૂતોની આવક બમણી થઇ, દૂધ ઉત્પાદન ક્ષેત્રે પશુપાલકોને પ્રોત્સાહન મળ્યુ, શ્રમ રોજગાર સ્ટાર્ટ અપને વેગ મળ્યો, યુવાનોને સરકારી વિભાગોમાં નોકરી આપી, આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી સ્થાપવામાં આવી, ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો આધુનિક બનાવ્યા,શહેરો અને ગામડાનો વિકાસ કર્યો અને દરેક ઘરમાં નળથી જળનો વાયદો પૂર્ણ કર્યો.

ભાજપના ચૂંટણી ઢંઢેરા દરમિયાન ભાજપ રાષ્ટ્રીય જે. પી નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ  પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા છે. સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે, ભાજપ લોકોની અપેક્ષા પૂર્ણ કરતી પાર્ટી છે. અલગ-અલગ માધ્યમો દ્વારા સૂચનો મગાવવામાં આવ્યા હતા. ગુજરાતના લોકોએ સુચવેલા સુચનોનો દસ્તાવેજ છે અમારો સંકલ્પ પત્ર. તો વધુમાં કહ્યું કે, ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે

(8:19 pm IST)