Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજપીપળા કલરવ હાઈસ્કૂલમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:૧ લી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં એઇડ્સ દિન તરીકે મનાવવામાં આવે છે પરંતુ આ દિવસે વિધાનસભાની ચુંટણી હોય સંસ્થા નાં હોદ્દેદારો દ્વારા કલરવ હાઈસ્કૂલ ખાતે આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાજપીપળા યોજાયેલા વિશ્વ એઇડ્સ દિવસના આ કાર્યક્રમમાં ગીતાબેન પટેલ - હેલ્થ પ્રમોટર, વિહાન પ્રોજેક્ટ, નર્મદા જિલ્લો,હેતલબેન ખત્રી - ફિલ્ડ કો-ઓર્ડીનેટર, સ્વેતના પ્રોજેક્ટ નર્મદા જિલ્લો, ભરતભાઈ શાહ - નર્મદાજિલ્લાનાં પી.એલ.એચ. એ.અને પત્રકાર,ભવ્યતા પટેલ - વોલેન્ટિયર, વિહાન પ્રોજેક્ટ તથા સ્વેતના પ્રોજેક્ટ નર્મદા જિલ્લો આ કાર્યક્રમમાં ઉપરોક્ત હોદેદારોએ એચ.આઇ.વી.ને લગતી જાણકારી આપી એચ.આઇ.વી. કઈ રીતે ફેલાય છે અને તેને અટકાવવા શું સાવચેતી રાખવી તથા એચ.આઇ. વી. ગ્રસ્ત વ્યક્તિ સાથે ભેદભાવ નાં રાખી તેને હૂંફ અને પ્રેમ આપવા બાબતે કલરવ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓ સાથે શિક્ષક ગણ ને માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમ માટે કલરવ માધ્યમિક શાળા ના આચાર્યા પરીમલભાઈ ભાટીયા અને પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશભાઈ પંડ્યા એચ.આઇ.વી ની જાગૃતિ વિધાર્થીઓ સુધી પહોચાડવા સારો સહકાર આપ્યો હતો.

(10:27 pm IST)