Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજપીપળાના રોહિતવાસ વિસ્તારમાં મતદારોએ ચૂંટણી બહિષ્કારનાં બેનર મારતા સ્થાનિક રાજકારણ ગરમાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા રોહિતવાસ અને આસપાસના વિસ્તારોમાં રહીશોએ પોતાની કેટલીક માંગણીઓ નહિ સંતોષાતા ચૂંટણી બહિષ્કાર નું રણશિંગુ ફૂક્યું છે
જેમાં ત્યાં મારેલા બેનરો પાનના લખાણ મુજબ આથી જણાવવાનું કે વોર્ડ નંબર-૨ સહિત અને ચંદ્રવિલા સોસાયટીથી ૩૦૦ થી ૪૦૦ મીટર અંદર આખા ગામનો કચરો નાંખવામાં આવે છે તેના હાનિકારક પ્રદુષણના અને રસ્તા તેમજ સફાઈના અભાવનાં કારને અમે આવનારી વિધાનસામા ચૂંટણીનો સર્વાનુમતે બહિષ્કાર કરીયે છીએ આથી કોઈપણ રાજકીય પક્ષનાને અન્ય કોઇ પણ લોકોએ પ્રસાર-પ્રચાર કરવા કે મતની માંગણી કરવા અમારા વિસ્તારમાં પ્રવેશવું નહીં.
એક તરફ તંત્ર લોકશાહીના અવસ૨ ની ઉજવણી માટે નાગરિકોને અપીલ કરવા સાથે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે.
ત્યારે બીજી તરફ રાજપીપળાના નગરપાલિકા વોર્ડ નં 2 મા આવતા વિસ્તાર રોહિતવાસના રહીશો એ ચૂંટણીના બહિષ્કારના બેનરો મારી દઈ વિરોધ નો રણશીંગુ ફૂંકતા હડકંપ મચી ગયો છે.
આ બાબતે મુદા જોવામાં આવે તો સાફ- સફાઈ અને કચરાને લગતા એમના પ્રશ્નો છે જે પ્રશ્નો સાવ સામાન્ય અને સુલક છે જે પાલિકા કક્ષાના છે પરંતુ એ પ્રશ્નો પણ એ સમસ્યાઓ હલ ના થાય ત્યારે જ લોકો બહિષ્કારનો છેલ્લો હથિયાર ઉગામતા હોય છે ,રાજપીપળા નગરના વોર્ડ નંબર 2માં આવતાં રોહિત વાસ વિસ્તારમાં લોકો રસ્તા ગટર અને કચરાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમનું કહેવું છે કે અમારા વિસ્તારની નજીક જ આખા ગામનો કચરો ઠાલવવામાં આવે છે જેના કારણે ખૂબ દુર્ગંધ અને રોગિષ્ટ વાતાવરણનું નિર્માણ થાય છે પરંતુ અમારી વાત કોઈ સાંભળતું નથી.આથી અમે આ વિસ્તારમાં સર્વનુંમતે ગુજરાત વિધાન સભાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને કોઈપણ રાજકીય પક્ષના અને અન્ય કોઈ પક્ષ ચૂંટણી પ્રચાર પ્રસાર કરવા કે મતની માંગણી કરવા અમારા વિસ્તારમાં પ્રવેશવું નહીં તેવા બેનરો મારી ઉમેદવારો અને રાજકીય પક્ષના પર ચૂંટણી લપડાક મારી છે

(10:28 pm IST)