Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

"કન્સ્ટીટયુશન વીક" ની ઉજવણી અંતર્ગત રાજપીપલાની કલરવ માધ્યમીક શાળામાં કાનૂની શૈક્ષણિક શિબિરનું આયોજન

(ભરત શાહ દ્વારા) નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી,નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ- અમદાવાદ તથા નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચરમેન નાં માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં તા.૨૬/૧૧/૨૨ થી તા.૦૨/૧૨/૨૨ સુધી "કન્સ્ટીટયુશન વીક" ની ઉજવણી કરવાની હોય જે અંતગર્ત તાલુકા કાનૂની સેવા સમિતિ, રાજપીપલાના ચેરમેન ની સૂચના અનુસાર પેરા લીગલ વોલેન્ટીયર ગણતભાઈ પરમાર દ્વારા તા.૨૬/૧૧/૨૦૨૨ ના રોજ રાજપીપલાની કલરવ માધ્યમીક શાળામાં વિદ્યાર્થીઓને તથા શિક્ષકગણને "ફન્ડામેન્ટલ રાઇટ્સ અને ડ્યુટી" વિશે શિબિરનું આયોજન કરી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(10:29 pm IST)