Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

તિલકવાડા પો.સ્ટે.વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બુટલેગરને પાસામા ધકેલતી તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ હાલમા વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ યોજાનાર હોય જે માટે  જીલ્લામાં બુટલેગર દ્વારા બીજા રાજ્યમાથી ઇંગલીશ દારૂની હેરાફેરી કરતા અસામાજીક તત્વો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક વાણી દુધાત કેવડીયા ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ એ.જી.ખોથ પોલીસ સબ ઇન્સ્પેકટરનાઓએ તિલકવાડા પો.સ્ટે. વિસ્તારમા ભાવેશભાઇ બચુભાઇ ડુંગરાભીલ( રહે.કુકરદા તા. નસવાડી જી. છોટાઉદેપુર ) નાઓને ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા તિલકવાડા પો.સ્ટે.મા ગુનાઓ નોંધાયેલ હતા,જે બદલ પોલીસ સબ ઇન્સ્પેકટર તિલકવાડા પો.સ્ટે નાઓએ આ અસામાજીક તત્વો ઉપર અંકુશ રાખવા સારૂ તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતેથી પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા નાઓ તરફ મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા નાઓએ ભાવેશ બચુભાઇ ડુંગરાભીલની પ્રવ્રુતિને ધ્યાનમાં લઇ પાસા અટકાયત કરી અમરેલી જીલ્લા જેલ ખાતે રાખવા સારૂ હુકમ કરતા ભાવેશ ડુંગરાભીલને તિલકવાડા પોલીસ સ્ટાફના મારફતે પાસા ધારા હેઠળ ડીટેઇન કરી અમરેલી જીલ્લા જેલ ખાતે મોકલી આપવા કાયદેસરની કાર્યવાહી કરી અમરેલી જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે .

(10:31 pm IST)