Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

પીએમ મોદીની PMGP યોજનામાં છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડા બેંકનાં અધિકારીની મનમાની નાં આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ખાસ આદિવાસી મહિલાઓ ને પગભર કરવા પ્રધાનમંત્રીએ પી.એમ.જી. પી નામની યોજના લાગુ કરી છે સરકાર દ્વારા આ યોજનાનો ભરપૂર પ્રચાર પણ થાય છે અને આ યોજના. આદિવાસી જિલ્લાની મહિલા માટે આશીર્વાદ રૂપ પણ છે પરંતુ જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડા તાલુકાની એક મહિલાને આ યોજના બાબતે કડવો અનુભવ થયો હોવાનું જાણવા મળ્યું જેમાં આ મહિલાએ ગારમેન્ટ્સનાં ઉદ્યોગ માટે અરજી કરી જેને છોટાઉદેપર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મંજૂર પણ કરાઈ બાદ આ અરજી ને બેંક ઓફ બરોડા બહાદુરપુરની બેંક ઓફ બરોડામાં મોકલવામાં આવી ત્યાં અરજદાર પાસે મંગાવેલા તમામ દસ્તાવેજો પણ અપાઈ ગયા તે વાતને આજે આઠ નવ મહિનાનો સમય વીતવા છતાં બેંક મેનેજર દ્વારા આ મહિલાને લોન મળશે જેવા માત્ર આશ્વાસન જ મળી રહ્યા છે.

મહિલાઓનું કહેવું છેકે પીએમ મોદી મહિલાઓ માટે ઘણી સારી યોજનાઓ અમલમાં મૂકી છે અને પીએમ મહિલા સશક્તિકરણ માટે પણ હંમેશા કોઈને કોઈ નવા પ્રોજેક્ટ લાવી રહ્યા છે તો અમુક મહિલાઓને અરજી પાસ થયા બાદ પણ કેમ ધક્કે ચઢાવાવમાં આવે છે..?
આ કિસ્સામાં અગત્યની વાત એ છે કે આ મહિલાની અરજી છોટાઉદેપર કલેકટરે પણ ભલામણ  કરી હોવા છતાં કલેકટર જેવા ઉચ્ચ અધકારી ની વાતને પણ બેંક નાં અધિકારીઓ ગણકારતા નથી આ અરજદાર મહિલા શિવાય અન્ય સાતેક મહિલા બેરોગર છે અને દરજીકામ માં કારીગર છે તેમની પણ અરજી ઘણા મહિનાઓ થી પડતર પડેલી છે તો શું આ મહિલાઓને પગભર થવા બેંક દ્વારા ઝડપી કોઈ કાર્યવાહી થશે કે માટે યોજનાં નાં નામે સરકાર નામના જ મેળવશે તેવા સવાલો હાલ ઉઠ્યા છે

(10:34 pm IST)