Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજપીપલાના આંબેડકર ભવન ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી,જજો અને વિકિલો ઉપસ્થિતિ રહ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કાયદા વિભાગ ગુજરાત રાજયના ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશન કચેરી દ્રારા આયોજીત અને જિલ્લા સરકારી વકીલની કચેરી, નર્મદાના સહકારથી રાજપીપલા ના આંબેડકર ભવન ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નામદાર જજો અને સરકારી, ખાનગી વકીલો ભેગા મળીને ભારતના બંધારણીય મૂળભૂત હકકો અને ફરજોના વિષય ઉપર સેમીનારનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સંવિધાન દિવસ ની ઉજવણી ના કાર્યક્રમ માં ઉદ્ઘાટક તરીકે ડીસ્ટ્રીકટ જજ નર્મદા.એ.આર પટેલ હાજર રહ્યા હતા જેમની સાથે એડી. ડીસ્ટ્રીકટ જડજ એન.એસ .સીદીક્કી, એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલા, મુળજીભાઈ રોહિત સહીત બાર એસો ના પ્રમુખ વંદના ભટ્ટ, સરકારી વકીલ જીતેંદ્રસિંહ ગોહિલ, પ્રવીણ પરમાર સહીત મોટી સંખ્યામાં  નર્મદા જીલ્લાના તમામ જયુડીશીયલ ઓફીસરો અને વકીલો હાજર રહ્યા હતા. કાર્યક્રમ ના અંતે મતાધિકાર એ આપણને બંધારણે આપેલ અમૂલ્ય ભેટ છે. મતદાન અવશ્ય કરીએ અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી

(10:35 pm IST)