Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

નર્મદા જિલ્લા ભાજપે વધુ 3 ભાજપના આગેવાનો ને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

 ચૂંટણીના જંગમાં અપક્ષ ઉમેદવારી કરનાર ને ખુલ્લેઆમ પ્રચાર કરતા ભાજપ સંઘઠન એક્શનમાં આવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ બળવો કરનાર કાર્યકરો અને હોદ્દેદારો વિરૂદ્ધ પાર્ટીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.આખા ગુજરાત માંથી પક્ષ વિરૂદ્ધ કામગીરી કરનારને પ્રદેશ ભાજપે સસ્પેન્ડ કર્યા છે.નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા હર્ષદ વસાવા અને એમનો પ્રચાર કરનાર અગાઉ 4 હોદ્દેદારોને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. બીજા 3 ભાજપના હોદેદારો જેમાં નાંદોદ તાલુકા પંચાયત સભ્ય હિતેશ બાલુ વસાવા ઢોલર, નાંદોદ બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ ભદ્રેશ દિનેશ પટેલ, પોઇચા, અને ઝરવાણીના સરપંચ સોમાભાઈ વસાવા આ ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરતા હજુ કેટલા સસ્પેન્ડ થાય એવી શક્યતાઓથી કાર્યકરો માં ફફળાટ ફેલાયો છે.

(10:36 pm IST)