Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૭૩માં પ્રજાસત્તાક દિનની સાદગીપૂર્ણ ઉજવણી

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ઘ્વજવંદન કર્યું: કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સિવિલ હોસ્પિટલના સેવા કર્મીઓનું સન્માન કરાયું

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં ૭૩માં પ્રજાસત્તાક દિને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ગગનમાં રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી સલામી આપવામા આપી હતી.કોરોના કાળ વચ્ચે તબીબોએ સાદગી પૂર્ણ ગણતંત્ર દિવસની ઉજવણી કરીને સકારાત્મકતાનો સંદેશો પાઠવ્યો હતો.
આ પ્રસંગે મનોજ અગ્રવાલે  "કોરોના કાળમાં હોસ્પિટલના મેડિકલ, પેરામેડિકલ,સફાઈ કર્મી, નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. તેઓએ ઉપસ્થિત સૌ સિવિલ પરિવારજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સિવિલ હોસ્પિટલના સેવા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલના ૭૩ માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં  સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી, સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના વડા, સિનિયર તબીબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, સિક્યુરીટી કર્મીઓ,સફાઇ કર્મીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

(6:52 pm IST)