Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

૬૦,૯૯૦ ભકતોએ ૬૪ મિનિટ ધૂન અને મંત્રોચ્ચાર કર્યા : હાથથી લખેલા ૩,૩૩,૩૩૩ સ્વામિનારાયણ મહામંત્રો વાળા વાઘા ધરાવાયા

વડોદરા કારેલીબાગ સ્વમિનારાયણ મંદિરને એશિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

વડોદરા, તા.૨૭: શહેરના કારેલીબાગના સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ વિશ્વ વિક્રમ સમારંભમાં  ૬૦ હજાર ૯૯૦ ભકતોએ ૬૪ મિનિટ સુધી ભગવાનને રાજી કરવા માટે ધૂન અને મંત્રોચ્ચાર કર્યા હતા.વિશ્વમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ ધૂન ગાવામાં ભાગ લીધો હતો.એશિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આ પહેલને સ્થાન મળેલ છે.

સ્વામિનારાયણ મહામંત્રની ૨૨૦ મી જયંતી પ્રસંગે મંદિરમાં સ્વામિનારાયણના બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને પ્રસન્ન કરવા માટે ભાવિક ભકતોએ પોતાના હાથથી લખેલા ૩ લાખ ૩૩ હજાર ૩૩૩ સ્વામિનારાયણ મહામંત્રો વાળા વાઘા ધરાવવામાં આવ્યા હતા. ૩૦ જેટલા ભકતો સતત ૫ દિવસ સુધી આ દિવ્ય શણગાર તૈયાર કરવામાં પરમ શ્રદ્ધાથી જોડાયા હતા.આ ભકિતભાવ પૂર્ણ સમર્પણને એશિયા બુક ઓફ રેકોર્ડ તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળેલ છે.

(2:49 pm IST)