Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વડોદરામાં કારમાં લવાતો 560 બોટલ દારૂનો જથ્થો ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી

વડોદરા: વડોદરામાં લાવવામાં આવી રહેલો દારૂનો મોટો જથ્થો પકડાવાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં પોલીસે એક કારમાંથી દારૂની 560 બોટલો કબજે કરી છે. ઉતરાયણ પહેલા વડોદરા એન્ટ્રી ગેટ ગોલ્ડન ચોકડી પાસે દારૂ ભરેલો એક ટેમ્પો તેમજ ત્યારબાદ ગોલ્ડન ચોકડી પાસે પાર્કિંગમાં દારૂનું કટિંગ થઈ રહ્યું હતું તે વખતે દારૂ ભરેલું કન્ટેનર અને બે નાના ટેમ્પા પકડાયા હતા. જ્યારે એક સપ્તાહ પહેલા દારૂ ભરેલી કાર પકડાઇ હતી. ગોલ્ડન ચોકડી પાસે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક કારને ચેક કરતા તેમાંથી રૂ અડધો લાખ ઉપરાંતની કિંમતની 560 નંગ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કારમાંથી કમલેશ પાટીલ (વુડા હાઉસિંગ બોર્ડ,ગદાપુરા, ગોત્રી) તેમજ શિવરામ ઉર્ફે પપ્પુ રામપ્યારે યાદવ (ભાથુજી મોહલ્લો, ખોડીયાર નગર, ન્યુ વીઆઇપી રોડ) ને ઝડપી પાડયા હતા. જ્યારે, રાવજી ઉર્ફે પ્રભુ પરમાર (વુડા ક્વાર્ટસ, કલાલી) તેમજ રાજુ (રણજીત નગર, ઘોઘંબા, પંચમહાલ) ને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે કાર તેમજ એક મોબાઇલ પણ મળી કુલ રૂ. સાડા ત્રણ લાખ ઉપરાંતની મતા કબજે કરી છે.

 

(5:22 pm IST)