Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં મોબાઈલ પર જુગાર રમતા સાત જુગારીઓને પોલીસે ઝડપી જેલ હવાલે કર્યા

વડોદરા: શહેરના છાણી જકાતનાકા પાસે મોબાઈલ ની એપ માં જુગાર રમતા સાત જણાંને પોલીસે ઝડપી પાડયા હતા.

ફતેગંજ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલ એન્ડ ટી કંપની નજીક ખુલ્લામાં કેટલાક લોકો લુડો એપ ઉપર જુગાર રમી રહ્યા હોવાથી પોલીસે તેઓને ઝડપી પાડી રોકડા 10,000 તેમજ 6 મોબાઇલ કબજે કર્યા હતા.

પોલીસે પકડેલાઓમાં જબ્બાર ખાન પઠાણ (આદર્શ મંડળી,જુના છાણી રોડ), મહેબૂબ ખાન પઠાણ (ચિસ્તીયા નગર, છાણી), કમલેશ મકવાણા (અમરનગર નવા યાર્ડ), પ્રવીણ વણકર (ગાંધીનગર નવાયાર્ડ), સોહીલ અહેમદ પઠાણ (શાલિમાર પાર્ક, ગોરવા), અબ્દુલ રહેમાન પઠાણ (રોશન નગર,નવાયાર્ડ)  અને મુરાબ્બર ખાન પઠાણ (ફાતિમા રેસીડેન્સી,ગોરવા) નો સમાવેશ થાય છે.

(5:23 pm IST)