Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ 2022નું આયોજન કરવા તૈયારીઓ

સમિટમાં રાષ્ટ્રવડાઓ ઉપસ્થિતિ રહી શકે તે દિશામાં પ્રયાસો કરવા કવાયત : વાઈબ્રન્ટની પૂર્વ સંધ્યાએ ભવ્ય ડ્રોન શો યોજાશે: દિલ્હીમાં 1000 ડ્રોન સાથેનો શો હતો. પરતું આ ડ્રોન શો ગુજરાતમાં અનેક ગણો વિશાળ અને વૈવિધ્યસભર હશે

અમદાવાદ :રાજ્યમાં કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટ રદ્દ કરી દેવામાં આવી હતી. ફરી એખવાર સરકાર વાઈબ્રન્ટ યોજવાની તૈયારીમાં લાગી ગઈ છે. 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ 2022નું આયોજન કરવામાં આવી શકે છે. જો કે, સરકાર દ્વારા હજી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં સતત વધી રહેલા કેસને લઈ સરકાર દ્વારા મુલત્વી રાખવામાં આવી હતી. આ સાથે શહેરમાં ભવ્ય ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલ પણ રદ્દ કરી દેવામાં આવ્યા હતા. જયારે સરકારે મોકૂફ રાખેલ આ વાઈબ્રન્ટ સમીટ આગામી તારીખ 1 મે 22 ના રોજ યોજાશે. તેવી માહિતી સામે આવી રહી છે. આ સમિટ કોરોના ગાઈડલાઈન પ્રમાણે જ યોજવામાં આવશે. તો બીજી બાજુ સરકાર દ્વારા લાદવામાં આવેલ નાઈટ કર્ફયુ સહિતના પ્રતિબંધો છે તે પણ હટી શકે તેવી શક્યતાએ દેખાઈ રહી છે. ગુજરાતના સ્થાપના દિવસે એટલે તારીખ 1 મે 2022થી બે દિવસના વાઈબ્રન્ટ મહોત્સવનું આયોજન કરશે અને તે વધુ ભવ્ય હશે. આ સમિટમાં રાષ્ટ્રવડાઓ ઉપસ્થિતિ રહી શકે તે દિશામાં સરકાર તૈયારીઓ કરી રહી છે.

 વાઈબ્રન્ટની પૂર્વ સંધ્યાએ ભવ્ય ડ્રોન શો નું આયોજન કરવામાં આવશે. દિલ્હીમાં 1000 ડ્રોન સાથેનો શો રાખવામાં આવ્યો હતો. પરતું આ ડ્રોન શો ગુજરાતમાં અનેક ગણો વિશાળ અને વૈવિધ્યસભર હશે. રાજય સરકારે વાઈબ્રન્ટ મહોત્સવ યોજવાની સાથે રાજયમાં વહેલી ચૂંટણીની શકયતાની જે અટકળો ચાલતી હતી તેને પણ પુર્ણવિરામ લગાવી દીધું છે

(7:21 pm IST)