Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

સાતમા પગાર પંચથી રકમ મેળવવા માંગણી : હવે સિંચાઈ વિભાગના કર્મચારીઓની આંદોલનની ચિમકી

હિંમતનગરમાં સિંચાઈ વિભાગના કર્મીઓનીપ્રમોશન માટે પણ માંગ: હાઈકોર્ટમાં દાખલ કર્યો કેસ

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં જળસંપત્તિ વિભાગના વર્કચાર્જ તથા રોજમદાર કર્મચારીઓએ સાતમાં પગાર પંચના તફાવતની રકમ મેળવવા સિંચાઈ વિભાગના અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. સાથે કારકૂનમાંથી વર્ક અસિસટેન્ટમાં પ્રમોશન મળે તેવી પણ કર્મચારીઓ દ્ધારા માંગ કરવામાં આવી હતી. જોકે આ અંગે અગાઉ પાંચ વર્ષથી રજૂઆત કરાઈ હોવા છતા કંઈ ફેરફાર કરાયા નથી.

આ બાબતે તત્કાલીન મુખ્ય પ્રધાન વિજયભાઈ  રૂપાણીને લેખિતમાં રજુઆત કરાઈ હતી. તો બીજી તરફ હાઈ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમ છતાય રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના કર્મચારીઓએ હિંમતનગર સિંચાઈ ડિવીઝન ખાતે સિંચાઈ વિભાગના અધિકારી સમક્ષ લેખિતમાં રજુઆત કરી હતી. અને જો સાતમાં પગાર પંચના તફાવરની રકમ ન મળે તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોનલનની ચિમકી આપી હતી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જળસંપતિ વિભાગના વર્કચાર્જ તથા રોજમદાર કર્મચારી એકઠા થઈને સાતમા પગાર પંચના તફાવતની રકમ મેળવાને લઈને આજે રજુઆત સિંચાઈ વિભાગના અધિકારીને કરવામાં આવી હતી. સાથે વર્કચાર્જ કારકુનમાંથી વર્કચાર્જ વર્ક અસિસ્ટન્ટમાં પ્રમોશન થાય તેવી માંગ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય કર્મચારીઓ છેલ્લા પાંચ વર્ષથી રજુઆત કરવામાં આવે છે છતાં સાતમા પગાર પંચના તફાવતની રકમ રેગ્યુલર મળે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે તત્કાલીન મુખ્ય પ્રધાન વિજયભાઈ  રૂપાણીને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ હાઈ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ રાજ્ય સરકારના નર્મદા અને જળસંપત્તિના વર્કચાર્જ તથા રોજમદાર કર્મચારીઓને સાતમા પગાર પાંચમા અમલ કર્યા બાદ તેમને કર્મચારીઓને તફાવતની રકમ મેળવાને લઈને હિંમતનગર સિંચાઈ ડિવિઝન કચેરી ખાતે એકઠા થઇને અધિકારીને લેખિતમાં રજુઆત કરી હતી અને આગામી સમયમાં સાતમા પગાર પંચના તફાવતની રકમ નહીં મળે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

(12:06 am IST)