Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચના જવામર્દ પો.કો. કૌશીકભાઇ જોષીનું પોલીસ કમિશ્નર શ્રી વાસ્‍તવએ પ્રસંશાપત્ર આપી સન્‍માન કર્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ર૭: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્‍ચમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતા કૌશીકકુમાર કાંતીભાઇ જોષીનું ઉત્‍કૃષ્‍ઠ કામગીરીને લઇ પોલીસ કમિશ્નરશ્રી સંજય  શ્રીવાત્‍સવએ પ્રસંશાપત્ર આપી સન્‍માનીત કરેલ છે.

અમદાવાદ શહેરના આનંદનગર વાસણા સોલા નારણપુરા ઘાટલોડીયા નવરંગપરા રાણીપ વગેરે પોલીસ સ્‍ટેશન તા.૧૮ જેટલા સાયલેન્‍સર ચોરીના ગુનાઓ શોધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી રૂા. ૧પ,પ૩,૬૦૦ જેટલી કિંમતનો મુદામાલ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી આ ગુન્‍હો શોધવા માટે કૌશીકભાઇએ ખુબ જ જહેમત ઉઠાવી અને પ્રશંસનીય કામગીરી કરી પ્રજામાં પોલીસ માટે વિશ્વાસ તથા સન્‍માનની ભાવના જગાવતા આ કામગીરીને બિરદાવી પ્રસંશાપત્ર આપવામાં આવ્‍યું હતું અને અમદાવાદ શહેરમાં જાંબાઝ અને ફરજ નિષ્‍ઠ પોલીસ કર્મી તરીકે કૌશીકભાઇ જોષી જાણીતા છે.

(1:39 pm IST)