Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

SGVP ગુરુકુલમાં ઉજવાયેલ વસંતપંચમી મહોત્સવ પ્રસંગે ચતુર્વિધ કાર્યક્મ - શિક્ષાપત્રી જયંતી, રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજને અભિષેક, પ્રજાસત્તાક પર્વ અને અન્નકૂટોત્સવ, અન્નકૂટનો પ્રસાદ ગરીબોને વહેંચાયો

અમદાવાદ તા. ૨૭ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે  ઉજવાયેલ વસંતપંચમી મહોત્સવ પ્રસંગે ચતુર્વિધ કાર્યક્મ. શિક્ષાપત્રી જયંતી, રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજને અભિષેક, પ્રજાસત્તાક પર્વ અને અન્નકૂટોત્સવ ઉજવાયો હતો બંન્ને સદગુરુ સંતોએ શિક્ષાપત્રી ગ્રન્થનું પૂજન અને અન્નકૂટની આરતી ઉતારી હતી

        માધવપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનો મહિમા સમજાવતા જણાવ્યું હતુ કે શિક્ષાપત્રી તો સર્વ ગ્રન્થોમાં શિરમોડ છે. જેમાં તમામ શાસ્ત્રોનો સારછે

આ પ્રસંગે રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને 108 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો અન્નકૂટનો પ્રસાદ ગરીબોને વહેચવામા આવ્યો હતો.

પ્રજાસત્તાક પર્વે બેન્ડની સુરાવલી સાથે માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, જયદેવ સોનાગરા, રવિભાઇ ત્રિવેદી, રવજીભાઇ હિરાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો તથા મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ ભવ્ય પરેડ ઉપરાંત દેશ ભકિતના ગીતો અને હેરત પમાડે તેવા અંગ કસરતના દાવો રજુ કર્યા હતા.

આ પ્રસંગે સરહદ ઉપર ભારતની રક્ષા ખાતર જે સેનાનીઓએ પોતાના પ્રાણ ન્યોચ્છાવર કર્યા છે તે શહિદોના કુટુંબીઓને એસજીવીપી ગુરુકુલ તરફથી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે આર્થિક સહાય કરવામાં આવી હતી.

                 આ પ્રસંગે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરેને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

                અને જણાવ્યું હતું કે આપણા નેતાઓ અને અન્ય ક્રાંતિકારી યુવાનોએ અત્યંત કઠિનાઇઓ વેઠીને ભારતને આઝાદ કરેલ છે તે આપણે ભૂલવું જોઇએ નહીં.

                ખરેખર તો ૧૮૫૭ થીજ ભારતીય પ્રજામાં ક્રાંતિની ચિનગારી પ્રગટી ચુકી હતી. ત્યાર પછી ગામડે ગામડે, નગરે નગરે અને સંત મહન્તોના આશ્રમો ક્રાન્તિના કેન્દ્રો બની ગયા હતા. પરિણામે બ્રિટીશ સરકાર ભારતને આઝાદી આપવા મજબુર બની. આવા ક્રાન્તિના પરિબળોને ક્યારેય ભૂલાય નહી.

                સમયે સમયે ભગવાનના અવતારો અને મહાપુરુષો પ્રગટ થઇ આપણા સંસ્કારોને જાળવવાની તાકાત દેતા હોય છે. રાષ્ટ્રગીત ગાવાથી, સલામી આપવાથી રાષ્ટ્રભકિત પુરી થતી નથી. આપણને દેશે શું આપ્યું એ કરતા આપણે રાષ્ટ્રને શું આપ્યું એ વિચાર આવવાથી રાષ્ટ્રભકિત વ્યકત થાય છે. આપણામાં પ્રામાણિકતા, સમજદારી, સમર્પણ એ સમસ્ત રાષ્ટ્ર માટે હોય એ જ આપણી રાષ્ટ્રભકિત.                                    

                    - કનુ ભગત

(4:11 pm IST)