Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

વડોદરામાં ગર્લફ્રેન્ડના મુદ્દે યુવક પર લાકડીથી હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા: રાજમહેલ રોડ સ્થિત વૈદેહી એપાર્ટમેન્ટમાં રહેતા યુવકને અન્ય તેના પડોશી યુવકે મારી ગર્લફ્રેન્ડ સાથે વાતો કેમ કરે છે કહી હુમલો કરી ઈજા પહોંચાડી હતી જે અંગે પોલીસમાં ફરિયાદ થતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

તેમના મીત્રો સાથે વૈદેહી એપાર્ટમેંટ નીચે ઉભા હતા તે સમયે દેવ ઉર્ફે સુજલ તેની ગર્લફ્રેંડ સાથે આવી તુ મારી ગર્લફ્રેંડ સાથે કેમ બોલે એ-૨૦૩, વૈદહી હોમ્સ, કુમેદાન ફળિયા રાજમેહેલ રોડ ખાતે રહેતા અને એમ.એસ.યુનિવર્સીટીમા બી.કોમ પહેલા વર્ષમા અભ્યાસ કરતા પ્રથમ ધર્મેશભાઈ પંડ્યાના પિતા શાકભાજીનો વેપાર કરે છે તેમણે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા.૨૬/૦૧/૨૦૨૩ ના રાત્રીના આશરે અગીયારેક વાગ્યાના સુમારે હુ તથા મારા મીત્રો વૈદહી એપાર્ટમેન્ટમા નીચે પાર્કીંગમા ઉભા હતા તે દરમ્યાન અમારા વૈદહી એપાર્ટમેન્ટ ના બી ટાવરમા રહેતો દેવ ઉર્ફે સુજલ તેની ગર્લફ્રેન્ડ લઇને આવેલો અને મને કહેવા લાગ્યો કે તુ મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે તેમ કહેતા મે તેને જણાવ્યું કે, તારી ગર્લફ્રેન્ડ સાથે હું વાત કરતો નથી તેવુ કહેવા છતા તે એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને મને લાફો મારી દીધો અને ઘરે જઈ તેના પિતાને લઈ આવ્યો અને મને ગમે તેમ ગાળો આપવા લાગ્યો અને ત્યા પાર્કીંગમા મુકેલી ફોરવ્હીલર વેન્યુ ગાડી નં.GJ 06 PK 4145 ના આગળના મેઇન કાચને તેના હાથમા પહેરેલ કડા વડે તોડી નાખ્યો અને ત્યારબાદ દેવના પિતાએ મને માથામા લાકડી જેવી  વસ્તુ કપાળના ઉપરના ભાગે માથામા મારી હતી.  મારા મીત્રો વચ્ચે પડતા આ બન્ને બાપ-દીકરો ત્યાથી ભાગી ગયેલા અને મને ગભીર ઇજા પહોંચતા SSG હોસ્પીટલમા સારવાર માટે  દાખલ કરવામાં આવ્યા છે

(5:02 pm IST)