Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

વડોદરાના કમાટીબાગ વિસ્તારમાં ત્રી-દિવસીય બાળમેળાનો થયો પ્રારંભ

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 50મો બાળમેળો સયાજી કાર્નિવલ આજથી ત્રણ દિવસ સુધી કમાટીબાગ, શિવાજી પ્રતિમા ગાર્ડન ખાતે શરૂ થયો છે.આજે સવારે બાળમેળાનો રંગે ચંગે પ્રારંભ કરાયો ત્યારે આ બાળમેળા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે બાળમેળાનું ઉદ્ઘાટન કરાયું હતું. બાળમેળાની પૂર્વ તૈયારીરૂપે અને નગરજનોને બાળમેળો નિહાળવા આવવા આમંત્રિત કરવા તારીખ 26મી સાંજે સયાજી રેલી ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શિક્ષકો જોડાયા હતા. આ રેલી કાલાઘોડા ખાતે સમાપ્ત થઈ હતી. બાળમેળામાં શિક્ષણ સમિતિની 90 બાલ વાડીમાં થ્રીડી વર્ચ્યુઅલ રિયાલિટી થી અભ્યાસ કરતા પ્રોજેક્ટનું મુખ્ય પ્રધાન ઉદઘાટન મુખ્યમંત્રીએ કર્યું હતું. આ માટે તેમણે બાળકોને કીટ એનાયત કરી હતી.

(5:02 pm IST)