Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

અમદાવાદમાં એએમસીએ ઓચિંતાના દરોડા પાડી બોગસ ડિગ્રી ધરાવી ક્લિનિક ચલાવતા 10 તબીબોની ધરપકડ કરી

અમદાવાદ:અમદાવાદ જેવી મેગાસિટીમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. બોગસ ડિગ્રીથી કામ કરતાં આ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતાં જેની જાણ કોર્પોરેશનને આજે થઈ હતી. AMCએ આજે લાંભા વિસ્તારમાં દરોડા પાડીને બોગસ ડિગ્રી ધરાવતાં 10 તબિબોને પકડી પાડ્યા હતાં. આ દરમિયાન તમામ ડોક્ટરોની ક્લિનીકો સીલ કરી દેવામાં આવી હતી. AMCની કાર્યવાહીને લઈને ડિગ્રી વિના ડોકટર બનેલા તબીબોમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં AMCના આરોગ્ય વિભાગે બોગસ ડિગ્રીથી દવાખાનું ચલાવતાં ડોક્ટરોની ક્લિનીક પર દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમો લાંભા વિસ્તારમાં આવેલ જનકલ્યાણ હોસ્પિટલ, સૌમીન ક્લિનિક, શ્રી ગુરુકૃપા ક્લિનિક, શિવાય ક્લિનિક, રાજ ક્લિનિક, આયુષ્માન ક્લિનિક પર ત્રાટકી હતી. તપાસ બાદ આ તમામ ક્લિનીકો સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી. આ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમની તપાસમાં 10 જેટલા તબીબો બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ટીમોએ આ ડોક્ટોરોના ક્લિનિકોને સીલ કરવાની તજવીજ હાથ ધરી હતી. લોકોમાં આ દરમિયાન ચર્ચાઓ હતી કે સામાન્ય માણસને સરકાર સરળતાથી દંડી શકે છે પણ આવા નકલી ડોક્ટરોને કેમ ઓળખી શકતી નથી. આ લોકો કોની રહેમરાહ પણ આવા દવાખાના શરૂ કરીને સારવાર કરતાં હોય છે. 

(5:02 pm IST)