Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પાદરામાં ઈટોના ભથ્થા નજીક રહેતા શ્રમજીવીને ઝૂંપડામાં આગ ભભુકતા પિતા-પુત્રી પૈકી પુત્રીનું મૃત્યુ

વડોદરા: શહેરના પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં આંગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં પિતા-પુત્રીને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જેમાં બે વર્ષની માસુમ બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં કરુણ મોત નિપજયું હતું. આ બનાવની વિગત એવી છે કે પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોનો ભઠ્ઠો આવેલો છે. આ ઇટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા શ્રમજીવીઓ ઈંટોના ભઠ્ઠાની બાજુમાં આવેલી ખૂલ્લી જગ્યામાં ઝુપડાઓ બાંધીને રહે છે. જેમાં મૂળ યુ.પી.ના વતનીઆશિષકુમાર જાવટ પણ પરિવાર પણ ઝૂપડું બાંધીને રહે છે. મોડી સાંજે તેઓ તેમની બે વર્ષની પુત્રી રેતી ઝૂંપડામાં હાજર હતા. તે સમયે ઝૂપડામા સળગાવેલ ચુલામાં લટકતું પ્લાસ્ટિક પડી જતા પ્લાસ્ટિકના કારણે આગ ફાટી નીકળી હતી. જેમાં આશિષભાઇ પગમાં દાઝી ગયા હતા અને તેમની બે વર્ષની પુત્રી પણ પ્લાસ્ટિક શરીર ઉપર પડવાના કારણે કપડાં આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. બે વર્ષની બાળકીને તુર્તજ 108 એમ્બ્યુલન્સમાં પ્રથમ વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વડોદરા સયાજી હોસ્પિટલમાં બે વર્ષની બાળકી રેતીનું સારવાર દરમિયાન કરુણ મોત દીધી હતું.

(5:02 pm IST)