Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

દહેગામના લવાડમાં લગ્ન પ્રસંગે ગયેલ બે ભાઈના ઘરને નિશાન બનાવી તસ્કરો 1.80 લાખનો મુદામાલ ચોરી છૂમંતર....

દહેગામ તાલુકાના લવાડમાં રાબેતા મુજબની જેમ બે ભાઈઓ તાળું માર્યા વિના ઘરને રેઢિયાળ મૂકીને પરિવાર સાથે માંમેંરાના પ્રસંગે ગયા હતા. ત્યારે ચોરી કરવાનું ખુલ્લું આમંત્રણ મળ્યું હોય એમ તસ્કરોએ બંનેના ઘરો ઘૂસીને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ મળીને કુલ રૂ. 1.80 લાખનો મુદામાલ સફાચટ કરી નાસી જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેગામના લવાડ સધી મેલડી સતનો દરબાર ફાર્મ હાઉસ ખાતે નટવરસિંહ ઉર્ફે ગોપાલસિંહ મનહરસિંહ ચૌહાણ અને તેમના નાના ભાઈ મહેન્દ્રસિંહ પોત પોતાના પરિવાર સાથે રહે છે. ખેતી કામ કરતા ભાઈઓ દિવસ દરમ્યાન કામ અર્થે જાય ત્યારે ઘરને તાળું મારતાં નથી.

(5:02 pm IST)