Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જેલ અધિક્ષક આર.બી.મકવાણાના અધ્યક્ષ સ્થાને રાજપીપળા જીલ્લા જેલમાં ૭૪ મો ગણતંત્ર દિવસ ઉજવાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૭૪ મો ગણતંત્ર દિન નિમિત્તે રાજપીપળા જીલ્લા ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ ઉજવાયો હતો. રાજપીપળા જીલ્લા જેલના અધિક્ષક આર.બી.મકવાણાની અધ્યક્ષ સ્થાને ધ્વજારોહણ કાર્યક્રમ રાજપીપળા જીલ્લા જેલના કર્મચારીઓ,  પોલીસ સ્ટાફના કર્મચારીઓ, જેલ સ્ટાફ પરિવારજનો અને બંદિવાન ભાઇઓ સાથે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અધિક્ષક મકવાણાનાઓએ બંદિવાન ભાઇઓ જેલમુક્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ રાજપીપળા જીલ્લા જેલના કર્મચારીઓ તથા બંદિવાનોની કામગીરીને ધ્યાને રાખી તેઓને પ્રોત્સાહીત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે સંગીત કાર્યક્રમમાં સંગીતના સુરથી મહિલા કોન્સ્ટેબલો તથા બંદિવાન ભાઇઓ દ્રારા દેશભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા હતાં. તેમજ બંદિવાન ભાઇઓમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય અને ભાઇચારાની લાગણી ઉદભવે તે હેતુસર રાજપીપળા જીલ્લા જેલના બંદિવાનો વચ્ચે વોલીબોલ, કેરમ, મ્યુઝિકલ ચેર જેવી ઇન્ડોર તથા આઉટડોર ગેમ રમાડવામાં આવી હતી.
    આ પ્રસંગે અધિક્ષક આર.બી.મકવાણા, જેલના અન્ય કર્મચારીઓ, પોલીસ સ્ટાફના કર્મચારીઓ, તેમજ દક્ષાબેન પટેલ (PLV), આનંદીબેન મોદી (સામાજીક કાર્યકર) નાઓ હાજર રહ્યા હતાં. અને તમામે ૭૪ મો ગણતંત્ર દિવસ નિમિત્તે અનેરો આનંદ મેળવ્યો હતો.

(11:13 pm IST)