Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રાખસકુંડી ગામની સીમમા જુગાર રમતા જુગારીઓને પોલીસે રૂ. ૯૫૧૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રાખસકુંડી ગામની સીમમા ચાલતા જુગાર પર પોલીસે છાપો મારતાં ત્યાં જુગાર રમતા (૧) રવિન્દ્રભાઇ મથુરભાઇ વસાવા (રહે.રાખસકુંડી સ્ટેશન ફળીયું તા.દેડીયાપાડા જી-નર્મદા)  તથા (૨) સામસીંગભાઇ ઉક્કડભાઇ વસાવા (રહે.રાખસકુંડી સ્ટેશન ફળીયું તા.દેડીયાપાડા જી-નર્મદા) તથા (૩) દિલીપભાઇ અમરસીંગભાઇ વસાવા(રહે.રાખસકુંડી પટેલ ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા )તથા (૪) લક્ષ્મણભાઇ ઉંડભાઇ વસાવા (રહે રાખસકુંડી સ્ટેશન ફળીયું તા. દેડીયાપાડા જી.નર્મદા) તથા (૫) સુરેશભાઇ ભંગડાભાઇ વસાવા( રહે.રાખસકુંડી ટેકરા ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા )(૬) મથુરભાઇ કાલીયાભાઇ વસાવા( રહે.રાખસકુંડી ટેકરા ફળીયું તા.દેડીયાપાડા જી.નર્મદા )ને કુલ રૂ.૯૫૧૦ સાથે પકડી પાડયા હતા જ્યારે રેડ દરમિયાન (૭) ગુરજીભાઇ શંકરભાઇ વસાવા(રહે.રાખસકુંડી ટેકરા ફળીયુ તા. દેડીયાપાડા જી-નર્મદા) તથા (૮) મનહરભાઇ અમરસીંગ ભાઇ વસાવા( રહે રાખસકુંડી પટેલ ફળીયુ તાદેડીયાપાડા જી-નર્મદા )નાઓ નાંશી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:15 pm IST)