Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

રાજપીપળા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનાં ૪૦૧ કેસનાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો

કુલ ૪૦૧ કેશમાં ૧૮૧૬ લીટર દેશી દારૂ કિંમત રૂ.૩૬૩૨૦નો કરજણ નદી કિનારે નાશ કરવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા પોલીસ અવાર નવાર અંગ્રેજી દારૂ ઝડપી સમયાંતરે તેનો નાશ કરે છે પરંતુ હાલમાં લાંબા સમયથી દેશી દારૂ નાં વેચાણ પર પણ પોલીસ કડક કાર્યવાહી કરતી હોય દરરોજ જિલ્લના તમામ પોલીસ મથકોમાં દેશી દારૂના કેસ કરી ઘણો મુદ્દામાલ જપ્ત કરતા આ તમામ મુદ્દામાલ નો ૨૬ મી જાન્યુઆરીનાં રોજ નાશ કરવામાં આવ્યો હતો

જેમાં ટાઉન પીઆઈ આર.જી.ચૌધરીની દેખરેખ હેઠળ રાજપીપળા પોલીસે પોલીસ સ્ટાફની હાજરીમાં કરજણ નદીના કિનારે અત્યાર સુધીમાં કરેલા કુલ ૪૦૧ કેશમાં કુલ ૧૮૧૬ લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા ૩૬૩૨૦ નાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

(11:16 pm IST)