Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

માતાપિતા સાથે દીકરીનો મનમેળ કરાવતી અભયમ ટીમ રાજપીપળા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નાગામથી એક સગીરાનો નો ૧૮૧ મહિલા હેલપલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના માતા પિતા તેમને જરુરી પેસા આપતા નથી અને નાની મોટી બાબતે બોલચાલ કરે છે માટે તેમને સમજાવવા 181 રેશ્ક્યું વાનની મદદ માગી જેથી રાજપીપલા અભયમ ટીમ તાત્કાલિક તે સ્થળે પહોંચી માતા પિતાને મળી દીકરીનું અસરકારક કાઉન્સિલગ કરી દીકરીને અભ્યાસમાં પ્રોત્સાહિત કરી મન દુઃખ દૂર કરવામા આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ એક 15 વર્ષીય ડેડીયાપાડામાં સ્કુલમાં 9 ધોરણમાં અભ્યાસ કરતી સગીરા ને રાજપીપળાથી દેડીયાપાડા અપડાઉંનનો ખર્ચ થાય છે જે સમયસર ના મળતા સગીરાને મૂશ્કેલી પડે છે મમ્મી પાસે પૈસામાગ્યાં પણ આપ્યા નહિ જેથી અભયમ ટીમે માતા પિતાને સમજાવેલ કે દિકરીને અભ્યાસમાં મદદરૂપ બને અને તેની નાની મોટી જરૂરીયાત પૂરી કરે આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ માટે સરકારની નિવાસી શાળાઓ છે જેમાં પણ વીના ખર્ચે રહી સકાય છે દીકરીને પણ અભ્યાસ માં ધ્યાન આપવા સમજાવેલ આમ પારિવારીક મન દુઃખ નું સમાધાન કરવામા સફળતા મેળવી હતી.

(11:20 pm IST)