Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોટા રાયપુરા ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નુ યોજાઈ જેમાં ૩૨ ટીમો એ ભાગ લીધો

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા રાયપુરા ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 નુ યોજાઈ જેમાં ૩૨ ટીમોએ ભાગ લીધો હતો ગ્રામ્ય વિસ્તારની ટીમો તથા શહેરી વિસ્તારની ટીમો એ પણ ભાગ લીધો હતો.

 26મી જાન્યુઆરીના રોજ ફાઇનલ મેચનુ આયોજન કરવામાં આવ્યું, આ મેચમા યાહામોગી ઇલેવન રાજપીપલા તથા વોર્ડ નંબર 2 રાજપીપલાની ટીમ ફાઇનલમાં આવી હતી, ફાઈનલ મેચમા યાહા મોગી ઈલેવન રાજપીપળાનો ભવ્ય વિજય થયો હતો,
ફાઈનલ મેચમાં ટ્રોફી તથા રોકડ રકમ આપી બન્ને ટીમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આ ટુર્નામેન્ટ મા હરેશભાઈ વસાવા ગુજરાત પ્રદેશ મહામંત્રી કોંગ્રેસ, તથા ધનશ્યામભાઇ પટેલ જીલ્લા પ્રમુખ ભાજપા નર્મદા જીલ્લા ,ઘારીખેડા સુગર ચેરમેન તથા સુંદરપુરા સરપંચ શાંતિલાલભાઈ વસાવા તથા મોટા રાયપુરા સરપંચ મનોજભાઈ વલવી ખાસ ઉપસ્થિત રહી  બન્ને ટીમોને મેડલ, ટ્રોફી,  રોકડ રકમ એનાયત કરવામાં આવી હતી, આ ટુર્નામેન્ટમા તમામ આયોજક મિત્રોએ ખૂબ મહેનત કરીને ટુર્નામેન્ટ ને સફળ બનાવી હતી

(11:20 pm IST)