Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોડાસાના ટીંટોઈ ગામના 57 વર્ષના ખેડૂતનું ઠંડીથી મોત

રાત્રે ખેતરમાં પાણી પિયત માટે ગયેલા ખેડૂતનું રાત્રી દરમિયાન મોત નીપજ્યું: ગ્રામ પંચાયતની ટીમે ખેડૂતના મોત અંગે ઠંડીનું કારણ દર્શાવતું પંચનામું કર્યું

અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીંટોઈ ગામના 57 વર્ષના ખેડૂતનું ઠંડીથી મોત થયું છે. જેમાં રાત્રે ખેતરમાં પાણી પિયત માટે ગયેલા ખેડૂતનું રાત્રી દરમિયાન મોત નીપજ્યું છે. તેમજ ગ્રામ પંચાયતની ટીમે ખેડૂતના મોત અંગે ઠંડીનું કારણ દર્શાવતું પંચનામું કર્યું છે. જેમાં મોડાસા ગ્રામ્ય પોલીસે ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે મોડાસા સરકારી દવાખાને લવાયો છે. તેમજ પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

   ગઈકાલે મોડાસાના ટીટોઈના 57 વર્ષના ખેડૂત લવજી વિરસંગ પટેલ રાત્રી વખતે પાણી વાળવા ખેતરે ગયા હતા જેઓ કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ ખેતરમાં મૃત હાલતમાં મળ્યા હતા. આપણા સૌ માટે અતિ દુઃખદ અને ખાસ કરીને સરકારે ચિંતા કરવાનો સમય પાકી ગયો છે લાંબા સમયથી વિવિધ ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષની માંગ કરી રહ્યું છે. કાતિલ ઠંડીમાં ખેડૂતોને બચાવવા અતિ જરૂરી છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂત ખેતી બચાવવા માટે ખેતી માટે દિવસે વીજળી આપવાનો નિર્ણય સત્વરે કરવા અપીલ કરી છે.

(11:49 pm IST)