Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સુરતમાં યુવકે તાપી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી

બ્રિજ સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેવી સ્થિતિ : આંબોલી તાપી નદીના બ્રિજ પરથી વાહનચાલકે બનાવેલા વીડિયોમાં યુવક બેગ સાથે કૂદતો જોવા મળ્યો હતો

બારડોલી,તા.૨૬ : સુરત શહેરને અડીને આવેલા આવેલી તાપી નદી પરના બ્રિજ જાણે કે સુસાઇડ પોઇન્ટ બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાપની નદીના જુદા જુદા બ્રિજ પરથી છાશવારે જિંદગીથી હારેલા લોકો આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હોય છે. જોકે, આ આપઘાતની અનેક ઘટનાઓ જાગૃત વાહનચાલકોના કારણે અટકાવી શકાઈ છે પરંતુ કેટલીક ઘટનામાં નજેર જોવા છતાં બચાવી શકાતા નથી. દરમિયાનમાં આપઘાતની આવી જ એક ઘટના લાઇવ વીડિયોમાં કેદ થઈ છે. બનાવની વિગતો એવી છે કે સુરતના કામરેજમાં ગઈકાલે એક યુવકનો આપઘાત કરતો વીડિયો સામે આવ્યો હતો. કામરેજમાં તાપી નદી પર આંબોલીમાં આવેલા પૂલ પરથી એક યુવકે બેગ લટકાવેલી હાલતમાં કૂદ્યો હતો.

         આ યુવકની બેગમાં વજન હતો કે કપડાં તેતો રામ જાણ પરંતુ તેણે પૂલની રેલિંગ ક્રોસ કરી તે સમયે બાજુના પૂલ પરથી પસાર થતા વાહન ચાલકે તેને બૂમો પાડી હતી. દરમિયાનમાં તેના મોબાઇલના વીડિયોમાં આ ઘટના લાઇવ કેદ થઈ હતી. ગઈકાલે સાંજે ૫.૦૦ વાગ્યાના અરસમાં યુવક તાપીમાં કૂદ્યો તે ઘટનાનો વીડિયો જોત જતામાં વાઇરલ થઈ ગયો હતો. યુવક બ્રિજ પરથી બેગ સાથે છલાંગ લગાવી હોવાની વાત પોલીસ સુધી પહોંચતા પોલીસ અને લાશ્કરો આવી ગયા હતા. જોકે, હજુ સુધી યુવકનો મૃતદેહ ન મળ્યો હોવાની વિગતો સામે આવી છે. પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયમાં પણ વાઇરલ થઈ રહ્યો છે. સાથે સાથે આ યુવક કોણ હતો અને તેણે શા માટે આ પગલું ભર્યુ તે રહસ્ય નદીના પાણીમાં ધરબાઈ ગયું છે. યુવકનો મૃતદેહ મળે તેની જાણ થશે ત્યાં સુધી પોલીસ પણ આસપાસના વિસ્તારોમાંથી ઘરેથી ગુમ થયેલા યુવકોની માહિતીના આધારે તપાસ ચલાવી રહી છે. આમ તાપી નદીમાં છલાંગ લગાવીને વધુ એક યુવકે મોતને વ્હાલુ કરી લેતા ચકચાર મચી ગઈ છે.

(8:52 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં કોલસા કૌભાંડમાં મોટો ખુલાસો : ખાનગી જમીનમાંથી કાઢીને વેચી નાખ્યો કોલસો : સીબીઆઈએ પત્ર લખીને કાર્યવાહીની કરી માંગ : કૈટલ સ્મગલિંગ અને કોલસા સ્મગલિંગમાં કેટલાક ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદથી શેલ કંપનીઓ બનાવાઈ : લાંચની રકમનું મની લોન્ડરિંગ કરવા સાથે મોટા પાયે બેનામી સંપત્તિની ખરીદી access_time 12:52 am IST

  • માર્ચ મહિનાથી દેશમાં ચાર મોટા બદલાવ : 60 વર્ષથી વધુની વયના અને 45 વધુ ઉંમરના બીમારી સામે ઝઝૂમતા લોકોનું થશે રસીકરણ :વિવાદથી વિશ્વાસ યોજનાનો લાભ લેવાની મુદત 31મી માર્ચ સુધી વધારી દેવાઈ :બેન્ક ઓડ બરોડામાં વિલય થતા દેનાબેંક અને વિજ્યાબેન્કના ખાતેદારોના એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ નવા લાગશે :બિહાર અને ઉત્તર પ્રદેશમાં ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલે જઈ શકશે access_time 12:24 am IST

  • બે દાયકા પહેલા રાજનાથસિંહે બાળક લીધો હતો દત્તક : તેના લગ્નમાં પહોંચી આશીર્વાદ આપ્યા :રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હું જયારે ઉત્તરપ્રદેશનો મુખ્યમંત્રી હતો ત્યારે વિજેન્દરના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા નક્કી કર્યું હતું : આજે ડોક્ટર તરીકે જોઈને ખુબ ખુશી થઇ છે access_time 12:40 am IST