Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક દુકાનના કાઉન્ટર પર મુકેલ 16 હજારની કિંમતનો મોબાઈલ ચોરી અજાણ્યો શખ્સ રફુચક્કર

વડોદરા:શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલી દુકાનના કાઉન્ટર ઉપર મુકેલો 16 હજાર ઉપરાંતની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્યો શખ્સ ચોરી ગયાનો  બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા બાપાસીતારામ નગરમાં રહેતા ઇરફાનભાઇ ખોખર વાઘોડિયા રોડ પર આવેલા ગુરુકુળ ચાર રસ્તા પાસે ફૂટપાથ ઉપર ચશ્માનો પથારો કરી ધંધો કરે છે

ગત 16મી ડિસેમ્બરના રોજ તેઓ પથારા નજીક મિત્રની દુકાને ગયા હતા અને દુકાનના કાઉન્ટર ઉપર મુકેલો પોતાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. રૂપિયા 16,490 ની કિંમત ધરાવતા મોબાઈલ ફોનની ચોરી કરનાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(5:10 pm IST)