Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સુરતના રાંદેર વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: શહેરના રાંદેરમાં મોરાભાગળ ખાતે આજે વહેલી સવારે ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ ત્યાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી જ્યારે ગોડાઉનમાં સૂતેલા બે થી ત્રણ વ્યક્તિ તરત બહાર નીકળી જતા બચી ગયા હતા.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ રાંદેરના મોરાભાગળ ખાતે બોટનિકલ ગાર્ડન પાસે આવેલ ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે ત્યાં કામ કરતા બે થી ત્રણ વ્યક્તિઓ મીઠી નિંદ્રા માણી રહ્યા હતા

તે સમયે અચાનક ગોડાઉનમાં આગ લાગી હતી. જેથી ત્યાં સૂતેલા બે થી ત્રણ વ્યક્તિઓ તરત બહાર દોડી આવ્યા હતા. બાદ ગોડાઉનમાં જોતજોતામાં આગ ફેલાવાથી ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા

અંગે ફાયર ઓફિસર વસંતભાઈ સૂર્યવંશીને જાણ થતા તરત અન્ય અધિકારી અને ફાયરનો કાફલા સાથે મોરાભાગળ, પાલનપોર અને અડાજણ ફાયર સ્ટેશન ની ગાડી ઘટનાસ્થળે ધસી ગયા હતા.

(5:12 pm IST)
  • ચીનમાં માનવાધિકારની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સંઘે વ્યક્ત કરી ચિંતા : કહ્યું કે સમીક્ષા કરવી જરૂરી :સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રમુખે કહ્યું કે ચીનના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારની સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે : એમ પણ કહ્યું કે ચીનમાં કાર્યકર્તાઓ,વકીલો અબે માનવાધિકારના રક્ષકો પર જુઠા કેસ ચલાવી બંદી બનાવ્યા છે access_time 12:53 am IST

  • જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે લડનારા સેનાના અધિકારીઓ અને જવાનોને સન્માન : એનાયત કરાયા: વીરતા પદક એનાયત કરીને તેના કાર્યને બિરદાવ્યું access_time 12:48 am IST

  • કેસના લાઈવ સ્ટ્રીમિંગ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ડેઇલી અપડેઈટ માટે ટેલિગ્રામ ઍપ ઉપર ઍકાઉન્ટ ખોલાવ્યાનું જાણવા મળે છે access_time 11:55 am IST