Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

આવતીકાલે વિરમગામ નગરપાલીકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન

ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ અપાયો : સ્ટેપ અહેડ પોઝિટીવ મિડીયા દ્વારા રાષ્ટ્રહિતમાં મતદાન કરવા માટે અપીલ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ નગરપાલીકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારો રવિવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરનાર છે. રવિવારે વિરમગામ નગરપાલિકાના ૯ વોર્ડની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત વિરમગામ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો અને જિલ્લા પંચાયતની ૪ બેઠકો પર પણ ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વિરમગામ નગરપાલીકા ની બે બેઠકો પર ભાજપના મહિલા ઉમેદવારો બિનહરીફ વિજય બન્યા છે અને છ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જન સમર્થન મળતા વિરમગામ તાલુકાના ઉમેદવારો પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે

 . અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયની નગરપાલિકાઓ અને તાલુકા - જિલ્લા પંચાયતોમાં જાહેર પ્રચાર ગઇકાલે સાંજે પૂર્ણ થયા બાદ આવતીકાલે રવિવારે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન છે. મંગળવારે મત ગણતરી થશે. આજે રાજકીય કતલની રાત છે. ઉમેદવારોએ મતદાન મથક પરની વ્યવસ્થા અને વ્યકિતગત સંપર્ક પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. રાજય ચૂંટણી પંચે આયોજનને આખરી ઓપ આપ્યો છે. સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ બંદોબસ્ત ગોઠવાશે. સ્ટેપ અહેડ પોઝિટીવ મિડીયા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાષ્ટ્રહિતમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

(7:10 pm IST)