Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કેવડિયા ટેન્ટસિટી 2 ખાતે ઈન્ક્મટેક્સ એપિલેટેડ ટ્રીબ્યુનલનું રાષ્ટ્રીય સંમેલન ખુલ્લું મુકવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા) નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત ટેન્ટસિટી-૨ ખાતે ઈન્ક્મટેક્સ એપિલેટેડ ટ્રીબ્યુનલ નું રાષ્ટ્રીય સંમેલન ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ એ દીપ પ્રજ્વલિત કરી સંમેલન 2021 ને ખુલ્લો મુક્યો હતો.
બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન ના ઉદ્ધઘાટન કાર્યક્રમ માં સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસ સંજીવ ખન્ના,ગુજરાત હાઇકોર્ટ ના જસ્ટિસ પી.પી.ભટ્ટ,સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા ના તુષાર મહેતા તેમજ ઇન્ડિયન લો સેક્રેટરી એ.કે. મ્હેદીરાત્તાજી ઉપસ્થિત રહ્યા,કાર્યક્રમમાં ટેક્ષ પ્રેક્ટિશનર, ચાર્ટર એકાઉન્ટન્ટ,ટેક્ષ કન્સલ્ટન્ટ ધારાશાસ્ત્રીઓ એ શ્રોતા ગણ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી ત્યારે દેશ ભરમાંથી 200 જેટલા ટેક્ષ હિતધારકો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં ઇન્કમટેક્ષ ઇન્કમટેક્ષ એપિલેટેડ  ટ્રીબ્યુનલ ના હિત ધારકો ની અપેક્ષા શું છે, તાજેતરમાં આંતર રાષ્ટ્રીય ટેક્ષ કાયદાનું વિસ્તરણ અને વિકાશ તેમજ જનરલ એન્ટી  એવિડન્સ  નિયમ વગેરે બાબત ની ચર્ચા કરી ઉપસ્થિત જન સમુદાય માં જાગૃતતા લાવવામાં આવી, કાર્યક્રમમાં ઈન્ક્મટેક્સ એપિલેટેડ ટ્રીબ્યુનલ દ્વારા સોવિનીર ઓફ આઇટીએટી અને શ્રુજન પત્રિકા લોકહિત માટે મંચસ્થ મહાનુભાવો દ્વારા લોકાર્પિત કરવામાં આવી ઇન્ડિયન લો ના સેક્રેટરી એ.કે.મ્હેદીરાત્તાજી એ સેફટી પ્રોટોકોલ,ઈ-ફાઇલિંગ પોર્ટલ,અને ડાયનેમિક અને એલાઈવ પોર્ટલો ની લોક જાગૃતિ માટે ચર્ચા કરી.સુપ્રીમ કોર્ટ ના જજ એમ.આર.શાહ એ કાર્યક્રમમાં નિષ્પક્ષ સુલભ અને તત્કાલ ન્યાય પર પોતાના વિચારો રજુ કર્યા હતા,આ કોન્ફ્રન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી છે.દેશ ના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે તેના પર એક વિષય રાખવામાં આવ્યો છે.બીજો અત્યારનો  મહત્વનો વિષય ઇન્ટરનૅશન ટેક્સસેશન પર નો છે.ઘણી વખત ડબલ ટેક્સસેશન ના પ્રોબ્લેમ આવતા હોઈ છે તેના પર શું નિરાકરણ આવી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવી,જયારે ત્રીજો વિષય જનરલ એન્ટી એવિડન્સ નિયમ ઉપર પણ ચર્ચા કરવામાં આવી બ્લેકમની  ઈકોનોમી અસર કરે છે. બ્લેકમની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તેના બાબતે પણ આ કોન્ફ્રન્સ માં ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ઈન્ક્મટેક્સ ઓફિસર,ચાર્ટર એકાઉન્ટન્ટ્સ,એપેલેટ ટ્રીબ્યુનલ ના મેમ્બર અને એડવોકેટ પણ આ કોન્ફ્રન્સ માં ભાગ લેવા માટે આવ્યા છે ગુજરાત હાઇ કોર્ટ ના જસ્ટિસ પી.પી.ભટ્ટ એ તેમના પ્રવચન દરમ્યાન જણાવ્યું હતું કે જો આવી કોન્ફ્રન્સ સમયાંતરે થાય તો દેશ ના કોઈ ઇસ્યુ હોઈ તેના પર ચર્ચાઓ થયા કરે અને તેનું નિરાકાણ પણ વેહલું આવી શકે છે.બ્લેકમની બાબતે તેમણે ખાસ જણાવ્યું  કે કાયદો કાયદાનું કામ કરે છે.આવતીકાલે આ કોન્ફ્રન્સના સમાપન સમારંભ માં દેશ ના કાયદામંત્રી રવિશંકર પ્રસાદ હાજર રહેશે અને આ સમાપન સમારંભ માં પોતાનું મંતવ્ય જણાવશે

(1:03 am IST)
  • નકલી ડીગ્રીવાળા 2823 અધ્યાપકોને મોટો ઝટકો : અલ્હાબાદ હાઇકોર્ટે હકાલપટ્ટીની યોગ્ય ઠેરવી :અલ્હાબાદ હાઇકોર્ટે આ મામલે એકલ પીઠના આદેશને યોગ્ય માન્યો અને હસ્તક્ષેપ કરવા ઇન્કાર કર્યો access_time 12:41 am IST

  • કોરોના વાયરસ, બાર્ડ બ્લુ બાદ હવે પર્વો વાયરસથી ખળભળાટ : યુપીના કાનપુરમાં પર્વો વાયરસની ઘાતક અસરથી 8 શ્વાનોએ જીવ ગુમાવ્યો :બે કુતરાઓના પીએમ રિપોર્ટમાં આંતરડા સડી ગયાનો ઘટસ્ફોટ : કુતરાના મોત પહેલા લોહીની ઉલ્ટી પણ થઈ હતી access_time 12:29 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : મૃત્યુઆંક 1.57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16, 803 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,96,440 થઇ :એક્ટિવ કેસ 1,61,506 થયા: વધુ 11,707 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,73,275 થયા :વધુ 112 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,087 થયા access_time 1:16 am IST