Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રાજપીપળા શહેર અને જિલ્લાના ડિસ્પેચીંગ સેન્ટરોથી મતદાન માટેની તમામ સામગ્રી મતદાન ટુકડીઓને સોંપાઈ

નર્મદા જિલ્લાના ૬૩૪ મતદાન મથકોએ ૧૩૭૨ કન્ટ્રોલ યુનિટ અને ૧૪૧૬ બેલેટ યુનિટ ઉપયોગમાં લેવાશે : નર્મદા જિલ્લાતમાં કુલ-૧૪૦ બેઠકોની ચૂંટણી સ્પર્ધાના કુલ-૫૦૧ ઉમેદવારોનુ ભાવિ ઘડવામાં જિલ્લાના ૪,૪૪,૩૨૬ મતદારો બનશે ભાગીદાર :નગરપાલિકાની ચૂંટણી માટે ૨૯,૪૧૪ તેમજ જિલ્લાા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતની ચૂંટણી માટે નોંધાયેલા ૪,૧૪,૯૧૨

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાેમાં તા. ૨૮ મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી ઓના દિવસે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાન કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ-માર્ગદર્શન હેઠળ આજે શહેર અને જિલ્લાના ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી મતદાન માટેની જરૂરી સામગ્રી સાથે મતદાન ટૂકડીઓની જે તે મતદાન કેન્દ્રો ખાતે રવાનગી કરાવાની સાથે મતદાનને લગતી તમામ કામગીરી ને આખરી ઓપ આપવાની સાથે જિલ્લા ચૂંટણીતંત્ર સુસજ્જ થયુ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન હેઠળ મતદાનના દિવસે જે તે રૂટ માટેના ઝોનલ અધિકારીઓ સહિત પોલીંગ સ્ટાફની વ્યવસ્થા ઉપરાંત શહેર અને જિલ્લાના મતદાન મથકો સહિત જિલ્લાાના સમગ્ર વિસ્તારમાં જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાના પૂરતા પ્રબંધો કરાયાં છે, 
તા.૨૮મી એ રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાના ૬૩૪ મતદાન મથકોએ સવારના ૭=૦૦ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે જિલ્લા પંચાયત / પાંચેય તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ઉક્ત ત્રણેય સંસ્થાઓની કુલ-૧૪૦ બેઠકો માટે યોજાનારી આ ચૂંટણી સ્પર્ધામાં જિલ્લા્ના કુલ- ૪,૪૪,૩૨૬ મતદારો તેમના મતાધિકારના ઉપયોગથી ૫૦૧ ઉમેદવારોનું ભાવિ ઘડી કાઢશે, જેમાં નગરપાલિકાની ચૂંટણી માટે- ૨૯,૪૧૪ અને જિલ્લાન પંચાયત તથા પાંચેય તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૪,૧૪,૯૧૨ મતદારો સહિત કુલ-૪,૪૪,૩૨૬ મતદારો નોંધાયેલ છ
 રાજપીપલા નગરપાલિકા, નર્મદા જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ-૬૩૪ જેટલાં મતદાન મથકોએ યોજાનારા મતદાન માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૯૨-ઝોનલ ઓફિસર, ૬૩૪-પ્રિસાઇડીંગ ઓફીસર, ૩૧૭૦-પોલીંગ ઓફિસર અને ૬૩૪-પટાવાળા સહિત કુલ-૪૫૩૦ જેટલાં પોલીંગ સ્ટાફને ફરજ ઉપર તૈનાત કરાંયા છે. જિલ્લાના ૬૩૪ મતદાન મથકોએ થનારા મતદાન માટે કુલ-૧૩૭૨ કન્ટ્રોલ યુનિટ અને ૧૪૧૬-બેલેટ યુનિટ ઉપયોગમાં લેવાશે. તેવી જ રીતે જિલ્લાના મતદાન સ્થળો સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે પૂરતો સુરક્ષા પ્રબંધ કરાયો છે,જેમાં ૮૨૯ જેટલાં પોલીસ જવાનો , ૧૭-હથિયારધારી જવાનો, હોમગાર્ડ અને ગૃહ રક્ષક દળના-૧૦૦૪ જવાનો ઉપરાંત SRPF ના ૨૦ હાફ સેક્શનના જવાનો ફરજ ઉપર તૈનાત કરાયાં છે.

(1:09 am IST)