Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજપીપળામાં લો-વોલ્ટેજની વર્ષો જૂની સમસ્યા બાબતે વીજ કંપનીના અધિકારીઓ કેમ ગંભીર થતાં નથી..?!!

દરેક ફળિયાઓમાં કેટલાક ઘરોમાં એરકન્ડિશનર (એ.સી.) લાગતા જેતે વિસ્તારમા લાગેલા ટ્રાન્સફોર્મર લોડ પકડતા વોલ્ટેજ ડીમ થવાની તકલીફ : હાલમાં દરરોજ વીજળીની આવન જાવન થી લોકો હેરાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં વર્ષો પહેલા વીજ કંપની દ્વારા દરેક ઘરમાં વીજળીનો કેટલો વપરાશ થશે,કેટલા વીજળીથી ચાલતા ઉપકરણો છે એ બાબતે સર્વે કરી ઘર દીઠ નોર્મલ લોડની નોંધ લેવાઇ હતી પરંતુ હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે દરેક ઋતુ માં બદલાવ થતાં ઉનાળામાં ગરમીનું પ્રમાણ પણ વધ્યું હોય લોકોના ઘરમાં પંખા ખાસ અસર ન કરતા કેટલાક ઘરોમાં એરકન્ડિશનર લગાવ્યા છે ત્યારે દરરોજ બપોરે અને રાત્રે ગરમીથી બચવા આ લોકો એસી ચલાવતા હોવાથી વર્ષો જુના લોડ મુજબના ફિટ કરેલા ટ્રાન્સફોર્મર ની કેપેસિટી હાલમાં કામ ન લાગતા દરેક વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યાના કારણે માત્ર પંખા પર કામ ચલાવતા લોકોને પંખા ધીમા ફરતા આકરી ગરમીમાં સેકાઈ રહ્યા છે અને આ ઘણા વર્ષોથી સમસ્યા છે છતાં વીજ કંપની આ બાબતને ગંભીરતાથી લેતી નથી માટે વીજ કંપની નવા લોડ મુજબના ટ્રાન્સફોર્મર ફિટ કરે તેવી માંગ છે.

(10:45 pm IST)