Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મત મશીન નહિ, મતપેટી જોઇએ : આંદોલનની તૈયારી

લડતની રૂપરેખા તૈયાર કરવા રાજય કક્ષાની બેઠક : દીપક બાબરીયા દ્વારા સંકલન

રાજકોટ, તા. ર૭ :  જનઅધિકાર સત્‍યાગ્રહના બેનરથી ગુજરાતમાં સત્‍યાગ્રહનો પાયો નાખવા હિલચાલ થઇ રહી છે, અન્‍ય પ્રશ્નોને પણ વાચા અપાશે. દીપક બાબરિયા કો.ઓર્ડીનેટર (મો. ૯૮૯૮પ ૭૦૬૮પ) તરીકે કાર્યરત છે. આ અંગે તા. ૩૦ મીએ સોમવારે બપોરે ર વાગ્‍યે અમદાવાદની ધ વેસ્‍ટેન્‍ડ હોટલ ખાતે પ્રબુધ્‍ધોની બેઠક રાખવામાં આવી છે. ચૂંટણીમાં મતમશીન સંપૂર્ણ વિશ્વસનીય નથી તેથી મશીનના બદલે મતપેટીનો ઉપયોગ થવો જોઇએ. તે બાબતની ચર્ચા વિચારણા થશે.

ખેડૂતો, માલધારીઓ અને સંગઠિત/ અસંગઠિત ક્ષેત્રના મજદૂરો, માછીમારો અને સ્‍વરોજગારિત શ્રમજીવીઓ, રિક્ષાવાળાઓ અને પાથરણાવાળાઓ, સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓ, આશા અને મધ્‍યાન ભોજન યોજના કર્મચારીઓ, ફિકસ પગાર અને કોન્‍ટ્રાકટ કર્મચારીઓ, યુવા અને વિદ્યાર્થીઓ, મહિલા અને બાળકો, નાના-મોટા ઉદ્યોગો અને વેપારીઓ વ્‍યવસાયકારો અને બુદ્ધિજીવીઓ, પત્રકારો અને કર્મશીલો ડોકટરો અને વકીલો, સ્‍વૈચ્‍છિક અને સામાજિક સંગઠનો, સમાજના તમામ વર્ગના લોકો સરકારી નીતિઓથી ભાંગી ગયા છે.

આ સંકેતો છે આપણને અને આપણી આવનારી પેઢીને ગરીબી, ભૂખમરો અને ગુલામી તરફ લઇ જવાના આપ બચાવવા માંગો છો ગુજરાતીની સમૃદ્ધિ અને અસ્‍મિતા ને ? તો આવો આપણે સૌ પરિસ્‍થિતિ બદલવા માટે વિચાર વિમર્શ કરી સંગઠિત થઇને- જન અધિકાર માટે સત્‍યાગ્રહ કરીએ તેમ આમંત્રણ પત્રિકામાં જણાવ્‍યું છે.

(11:17 am IST)