Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

આવાઝ ડોટકોમમાં ગુજરાતી ઓડીયો લોન્‍ચ

અમદાવાદ(કેતનખત્રી):  આવાઝડોટ કોમ ભારતીયભાષાઓનું સૌથી મોટું પોડકાસ્‍ટ નેટવર્ક છે. જે તેની ગુજરાતની ભાષાની આવૃતિ લોન્‍ચ કરવાની જાહેરાત કરે છે. શ્રોતાઓ લોન્‍ચ સમયે ગુજરાતીમાં બાર ઓરિજિનલ ઓડીયો શો સાંભળી શકશે અને દર અઠવાડિયો લાઇબ્રેરીમાં વધુ ઓડીયો શો ઉમેરાશે જેથી તેઓ તેમનું મનોરંજન યથાવત મેળવી શકે છે. આવાઝ પરનું ગુજરાતી ઓડીયો કન્‍ટેન્‍ટ આવાઝવેબસાઇટ (www.aawaz.com/category/gu) અને મોબાઇલ એપ્‍સ IOS અને Android પરશ્રોતાઓ વિનામૂલ્‍યે એકસેસ કરી શકે છે, અનેક કોઇ પણ જાતની જાહેરાતની અડચણ વગર સાંભળવાનો અનુભવ કરી શકશે, જેનું કારણ છે કે આવાઝ જાહેરાત-મુકતો છે.આવાઝ એ ભારતનું સૌથી મોટુ પોડ કાસ્‍ટ અને સ્‍પોકન વર્ડ ઓન ડિમાન્‍ડ પોડ કાસ્‍ટ નેટવર્ક છે, જેમાં ૧૦૦% ઓરિજિનલ ઓડિયો સામગ્રી છે.જાન્‍યુઆરી ૨૦૧૯ થીલાઇવ, આવાઝ હિન્‍દી, અંગ્રજી, મરાઠી અને ઉર્દુ ભાષાઓમાં ઉપલબ્‍ધ છે, ગુજરાતી ભાષાના ઉમેરા સાથે આવાઝ હવે ૫ ભાષાઓમાં ૈઉપલબ્‍ધ અને ૨૨ વિવિધશૈલીઓમાં  મૂળ પ્રોગ્રામિંગના કુલકલાકોને ૧૭૦૦+ કલાક સુધી વધારી દે છે. જેમકે રમૂજ, મનોરંજન, વાર્તાઓ, આધ્‍યાત્‍મિક અને બીજું ઘણું બધું તેમાં છે.

આવાઝ એ મુંબઇ સ્‍થિત અગ્રાહ્ય ટેકનોલોજિસ પ્રોઇવેટ લિમિટેડની પ્રોડકટ છે. ગુજરાતી ભાષાના લોન્‍ચ સમયે વાત કરતાં, સીઇઓ શ્રી રામનથિયાગરાજને જણાવ્‍યુ હતુ કે આવાઝ પર અમે ભારતીય ભાષાઓમાં હેતુ પૂર્ણ સામગ્રી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, અમે ઇચ્‍છીએ છીએ કે દરેક ભારતીયોને તેમની સ્‍થાનિક ભાષામાં ઓડિયોના અનુભવો મળે.

(3:08 pm IST)