Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો:મોબાઈલને કારણે ત્રણ વર્ષની માસુમ બાળકી કોમામાં સરી પડી

સુરતમાં બાળક રમતા-રમતા ત્રીજા માળેથી નીચે પટકાયું અને તેના ધબકારા બંધ થઈ જતા 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડઈ

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ઘરમાં રહેતાં ત્રણ વર્ષના બાળકને મોબાઈલ રમવા માતા-પિતાને ભારે પડી ગયું છે. કારણકે બાળક રમતા-રમતા ત્રીજા માળેથી નીચે પટકાયું હતું અને તેના ધબકારા બંધ થઈ જતા 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતું. જોકે ફરજ પરના તબીબો દ્વારા બાળકને બચાવી લેવાયું છે પણ આ બાળક હાલમાં કોમામાં સરી પડયું છે.

નાના બાળકોના માતા-પિતા લાલબત્તી સમાન કીસ્સો સુરતમાં સામે આવ્યો છે. જ્યાં મૂળ ઓરિસ્સાના વતની એવા વિનય પીલય કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. જોકે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સેવન હેરિટેજ નામની બિલ્ડિંગમાં પોતાની પત્ની અને ત્રણ વર્ષની બાળકી સાથે રહેતા હતા. બાળકી ઘરમાં હતી તે સમયે માતા-પિતાએ રમવા માટે મોબાઇલ આપ્યો હતો અને મોબાઈલમાં રમતા-રમતા બાળકી ત્રીજા માળેથી અચાનક નીચે પટકાઈ હતી.

આ બાળકી ઉપરથી નીચે પડતાની સાથે જ તેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા. જેની જાણ થતા જ લોકોએ 108ની ટીમને તાત્કાલિક સંપર્ક કરી ઘટનાસ્થળની જાણ કરી હતી. જોકે બાળકીને સારવાર આપતા સમયે બાળકીના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા. 108ના તબીબે માઉથ ટૂ માઉથ ઓક્સિજન આપવાનું શરૂ કર્યું હતું અને બાળકીને તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જોકે 108ની મદદથી તબીબોની મહેનત લઈને બાળકીનો જીવ તો બચી ગયો હતો પણ બાળકી કોમામાં સરી પડી હતી. હાલ બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે ત્યારે પોતાના બાળકોને મોબાઈલ આપતા માતા-પિતાને ભારે પડયું હતું. માતા-પિતા બાળકોને રમવા મોબાઈલ આપતા હોય છે અને બાળકો આ મોબાઇલમાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેઓને ખ્યાલ રહેતો નથી ત્યારે આજની આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.

(3:59 pm IST)