Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સુરતના કતારગામમાં યુવાનને નોકરી આપવાની લાલચ આપી 1.08 લાખ ખંખેરી લેતા પોલીસ ફરિયાદ

સુરત: કતારગામ વિસ્તારમાં રહેતા મોબાઇલ કંપનીના સેલ્સ ઓફિસર યુવાનને પ્લેબોય કંપનીમાં એન્જોયમેન્ટની સાથે ઇન્કમ અને પાર્ટ ટાઇમ જોબની ઓફર કરી અલગ-અલગ ચાર્જીસના નામે રૂ. 1.08 લાખ પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર ઠગ ટોળકી વિરૂધ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાય છે. પોલીસે ટોળકીના લોકેશનના આધારે સૌરાષ્ટ્રમાં ધામા નાંખ્યા છે. કતારગામ વિસ્તારમાં રહેતા મોબાઇલ કંપનીના સેલ્સ ઓફિસર નરેશ (ઉ.વ. 25 નામ બદલ્યું છે) પર ગત 18 એપ્રિલે ધારા નામની યુવતીનો કોલ આવ્યો હતો. ધારાએ તમારે નોકરીની જરૂરિયાત હોય તો મને મારો મોબાઇલ નંબર સેવ કરી મને મેસેજ મોકલો એમ કહ્યું હતું. જેથી નરેશે હા નો મેસેજ કરતો રિપ્લાય આવ્યો હતો. જેમાં હેલો સર, અમારી કંપની પ્લેબોય સર્વિસ પ્રોવાઇડ કરે છે અને એન્જોયમેન્ટની સાથે ઇન્કમ અને પાર્ટ ટાઇમ જોબ ઓફર કરે છે.

જેમાં હાઇ પ્રોફાઇલ મહિલાઓ સાથે ટાઇમ સ્પેન્ટ જેમ કે પાર્ટી, ઇવેન્ટ, ટુર અને સેક્સમાં પણ તમે ઇનવોલ્વ થઇ શકશો. પર ડે ના 15 હજાર અને સાથે નાઇટ સ્પેન્ટ કરતો તો મિનીમમ 25 હજાર મળશે. જો તમે ઇન્ટેરસ્ટેડ હોવ તો અમારી કંપનીના મેમ્બર બનવા 399 રૂપિયા ગુગલ પે, ફોન પે અને યુપીઆઇથી ભરવા પડશે. ઉપરાંત ઓનલાઇન ફોર્મ ફિલપ કરવાનું અને પોતાની ઓળખ છુપાવવા માંગતા હોવ તો તે પણ રાખી શકશો અને ડિટેઇલ ભર્યા બાદ તમારા પ્રથમ ક્લાઇન્ટની માહિતી મોકલી આપવામાં આવશે. જેથી ધારાએ મોકલાવેલો ક્યુઆર કોડ સ્કેન કરી નરેશે 399 રૂપિયા પેઇડ કર્યા હતા. ત્યાર બાદ માનસી અને પ્રિયંકા નામની યુવતીના કોલ અને મેસેજ પર વાતચીત કરી પ્લેબોય કંપનીનો એગ્રીમેન્ટ અને આઇકાર્ડ બનાવવા, હોટલ બુક કરવા પહેલા નરેશને પેમેન્ટ કરવાનું અને ત્યાર બાદ તમામ રકમ મળી જશે એમ કહી ટુક્ડે-ટુક્ડે રૂ. 1.08 લાખ પડાવી લીધા હતા અને ત્યાર બાદ ત્રણેયે પોતાના ફોન બંધ કરી દીધા હતા.

 

(6:19 pm IST)