Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વડોદરા:દિવસેને દિવસે ચોરીની ઘટનામાં ભરખમ વધારો:વાહનચોર ત્રિપુટીને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા:શહેરમાં દિનપ્રતિદિન વાહન ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. જેની સામે ડિટેક્શનનું પ્રમાણ ખૂબ ઓછું છે. તસ્કર પોલીસ પેટ્રોલિંગ સામે પડકાર ફેંકી રહ્યા છે. પરંતુ પોલીસ મુક પ્રેક્ષક બની તમાશો જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. સુભાનપુરા વિસ્તારમાં ગઈકાલે ત્રાટકેલા વાહનચોર ત્રિપુટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મારક હથિયારો સાથે બાઈક ચોરીની ઘટનાને અંજામ આપતા વાહન ચોર નજરે ચડ્યા છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી શારદા પાર્ક સોસાયટીમાં રહેતા વિનીત કુમાર પટેલ અભ્યાસ કરે છે. ગઈકાલે રાત્રે તેમણે ઘરની આગળના ભાગે પોતાનું બાઇક પાર્ક કર્યું હતું. આજે સવારે તેમનું બાઈક પાર્ક કરેલી જગ્યાએ જોવા મળતાં શોધખોળ આરંભી હતી. જોકે તેમની બાઇક ચોરી થઇ હોવાની માહિતી જાણવા મળી હતી. જેથી તેમણે ગોરવા પોલીસ મથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નવાઈની વાત તો એ છે કે, સુભાનપુરા વિસ્તારમાં ગઈકાલે ત્રાટકેલા વાહનચોર ત્રિપુટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં રેકી કર્યા બાદ જે બાઇકની ઉઠાંતરી કરવાની છે ત્યાં આવી પહોંચે છે. ત્રણ પૈકી એક શખ્સ જે બાઈક ઉપર આવ્યા છે તેની સાથે રવાના થઈ જાય છે. અને અન્ય શખ્સ પૈકી એકના હાથમાં ઘાતક હથિયાર છે અને એક બાઈકનું સ્ટેરીંગ લોક ખોલવાનોપ્રયાસ કરી રહ્યો છે. ત્યારબાદ બાઈક ચોરીની ઘટના ઘટનાને અંજામ આપી તેઓ ફરાર થઈ જાય છે.

(6:20 pm IST)