Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

માંગરોલ ગામમાં આંકડાનો ધંધો કરનાર શખ્સને પોલીસે 5,850 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં રાજપીપળા પોલીસે આંકડા નો ધંધો કરતા એક શખ્સને રોકડ રકમ સાથે ઝડપી ગુનો દાખલ કાર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસ પેટ્રોલિંગ માં નિકળી હતી ત્યારે બાતમીના આધારે માંગરોલ ગામમાં આંકડા લખનાર રવિરાજ મુળજીભાઈ તડવી (રહે. માંગરોલ )નાઓ ને આંકડા લખવાના સાહિત્ય તેમજ રોકડ રૂપિયા સહિતના કુલ રૂપિયા 5,850 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેરની કાર્યવાહી કરી છે.

(10:41 pm IST)