Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

રાજપીપળા જૂના પોલીસ સ્ટેશન પાસે ધીમી ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીથી સ્થાનિકો હેરાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે વચ્ચે લાંબો સમય બંધ પણ રહી હતી ત્યારબાદ હાલમાં આ કામગીરી શરૂ થઈ જેમાં હાલમાં જૂના પોલીસ સ્ટેશનથી આશાપુરી મંદિર તરફના માર્ગ પર લગભગ એક મહિનાથી ચાલતી ધીમી કામગીરીના કારણે આસપાસનાં માર્ગો પર વાહન કે પગપાળા જવું બંધ થતાં લોકો અકળાઈ ઉઠ્યા છે માટે આ કામગીરી ઝડપી થાય અને લોકોને પાડતી તકલીફ બાબતે ગટર લાઇનના સુપરવાઈઝર સમજે તેવી સ્થાનિકો નો માંગ છે.
આ બાબતે સ્થાનિક રહીશ જીનકાભાઈ દરજીએ જણાવ્યું કે એકાદ મહિનાથી ભૂગર્ભ ગટરનું કામગીરી ચાલતી હોય રસ્તો બંધ હોવાના કારણે અહિયાં આવેલા મંદિર,મસ્જિદમાં આવતા જતા લોકોને તકલીફ પડે છે સુપરવાઇઝરને ઝડપી કામ બાબતે કહેવા છતાં કોઈ ધ્યાન આપતું નથી જેના કારણે લોકો હેરાન થાય છે.

(10:44 pm IST)