Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

અમદાવાદ રથયાત્રાનું હેલિકોપ્ટર નિરીક્ષણનું રિહર્સલ

સીપી સંજય શ્રીવાસ્તવ, ગૌતમ પરમાર હિન્દુ- મુસ્લિમ એકતા માટે અભૂતપૂર્વ ભૂમિકા ભજવનાર એડી.સીપી રાજેન્દ્ર અસારી અને ક્રાઈમ બ્રાન્ચ વડા પ્રેમવીર સિંહ દ્વારા જાત નિરીક્ષણ : આજે ગુજરાતભરમાં બંદોબસ્ત માટે અમદાવાદ આવેલ અધિકારીઓને ફરજ નિભાવવાની ખાસ ટીમ આપવા માટે સંજય શ્રીવાસ્તવ સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા હેડ કવાર્ટર ખાતે મહત્વની બેઠક : ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર બન્ને કોમના યુવાનોની મસમોટી કમિટી માટે અમદાવાદની ભવન્સ કોલેજ ખાતે કમિટી, નમાજ સમયમાં ફેરફાર, એડી સીપી અને નાયબ પોલીસ કમિશ્નર દ્વારા સામાજિક જવાબદારી અદ્દભૂત રીતે નિભાવવામાં આવી

જોઈન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોધરી દ્વારા વરસતા વરસાદ વચ્ચે ફૂટ પેટ્રોલિંગ, ગૌતમ પરમાર પણ સક્રિય ભૂમિકામાં નજરે પડી રહયા છે
રાજકોટ, તા.૨૭: નૂપુર શર્માના વિધાનો બાદ આતંકવાદી સંગઠન દ્વારા ગુજરાતમાં આત્મઘાતી હુમલાના પગલે પોલીસ દ્વારા દેશના અન્ય રાજ્યો માફક કોમી એકતા ન જોખમાય તે માટે ફકત કડક બંદોબસ્ત અને ચોકકસ ટપોરીઓને અંદર કરી સંતોષ માનવાનો બદલે ગુજરાત હંમેશ ચોકકસ સંજોગો બાદ કરતાં તમામ તહેવારો અરસ પરસ એક બીજના તહેવારો સમજી જે રીતે ઉજવણી કરે છે તે વધુ દ્રઢતાથી ઉજવાય તે માટે પોલીસ કમિશનર સહિતના ટોચના અધિકારીઓના માર્ગદર્શનમાં ગુજરાતના ઇતિહાસમાં કોમી એકતા માટે અદભૂત પ્રયાસો અમદાવાદ એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી ટીમ દ્વારા થયા છે જે કાબિલેદાદ છે.    
બીજી તરફ કોરોના મહામારી બાદ બે વર્ષ પછી લોકો આ ઐતિહાસિક રથયાત્રામાં સામેલ થવાના હોવાથી અને આ સંખ્યા લાખોમાં હોવાથી જોઈન્ટ સીપી અજય કુમાર ચોધરી, ગૌતમ પરમાર, મયંકસિંહ ચાવડા, એડી.સીપી ક્રાઇમ પ્રેમવીરસિંહ ટીમ પણ સજ્જ બનેલ છે. ૨૫ હાજર પોલીસ દળ સાથે અર્ધ લશ્કરી દળ. બોમ્બસ્કવોડ, તાલીમ બધ્ધડોગ સ્કવોડ તો છે જ પરંતુ આકાશમાં પણ ત્રીસ્તરીય સુરક્ષા માટે આભને આંબતા બિલ્ડીંગ પરથી સુરક્ષા, ડ્રોન સર્વેલન્સ સાથે હેલિકોપ્ટર દ્વારા પણ રથયાત્રાનું નિરીક્ષણ થવાનું હોવાથી તેનુ રિહર્સલ કરવામાં આવેલ, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, એડી.સીપી ક્રાઇમપ્રેમવીર સિંહ અને રાજેન્દ્ર અસારી સહિતના અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવેલ.         
 મોટી ભીડ ,મહાનુભાવોની ઉપસ્થિત વિગેરે બાબતો ધ્યાનમાં રાખી ઉગ્રવાદી તત્વોની દાઢ ન ડલકે તે માટે પોલીસ કોઇ પણ સંજોગોમાં સક્રિય હોવાનું પ્રસ્થાપિત કરવા માટે જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોધરી વરસતા વરસાદ વચ્ચે ફૂટ પેટ્રોલીંગમાં નીકળ્યા તેના કારણે પોલીસ સ્ટાફનો ઉત્સાહ બેવડાયો હતો, અને લોકો પણ આવી કર્તવ્ય નિષ્ઠાથી પ્રભાવિત બની, લાગણી વ્યકત કરતા હતા.    
એકતા અને લોહીના રંગ એક અંતર્ગત મંદિરમાં હિન્દુ મુસ્લિમ એકતા કાર્યક્રમ, બન્ને કોમના યુવાનો માટે ક્રિકેટ ટ્રુનામેન્ટ સફળ બનતા સંજય શ્રીવાસ્તવ દ્વારા આ જવાબદારી વહન કરનાર આઇપીએસ રાજેન્દ્ર અસારી, ડીસીપી જયદીપ સિહ જાડેજા વિગેરેને આવી કાર્યવાહીમાં વિશેષ રીતે આગળ વધવા જણાવતા ભવન્સ કોલેજ ખાતે હિન્દુ -મુસ્લિમ યુવાનોની ભવ્ય બેઠક યોજી યાત્રા સંબંધે કામગીરી સુ-ત કરેલ.        
આ ટીમ દ્વારા મુસ્લિમ વિસ્તારના ધારાસભ્ય સહિત આગેવાનોને સાથે રાખી દરિયાપુર સહિત વિસ્તારોમાં હજારો લોકોની બેઠક યોજી હતી. જેમાં મુસ્લિમ સમાજે આ પ્રસંગ સહુનો હોવાનું જણાવી, નમાજ સમયમાં પણ ફેરફાર કરવાનો દરિયા દિલીવાળો નિર્ણય થયાનું અકિલા સાથેની વાતચીતમાં આઇપીએસ રાજેન્દ્ર અસારી દ્વારા જણાવવામાં આવેલ છે.  
  ગુજરાતભરમાંથી આવેલ એસીપી અને તેથી ઉપરના અધિકારીઓને બંદોબસ્ત અંગેની મહત્વની બાબતો અંગે બ્રીફ આપવા આજે પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર અને  મયંકસિંહ ચાવડા, અજયકુમાર ચોધરી વિગેરે દ્વારા બેઠક રાખવામાં આવી છે.

 

 

(10:41 am IST)