Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સુરતમાં વેસુ વિસ્તારમાં 83,560 ચોરસ મીટર રૂ.51 કરોડના ખર્ચે બનાવાશે શહીદ સ્મારક

કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિ પણ આ શહીદ સ્મારકમાં જોવા મળશે

સુરતીઓને વધુ એક ભેટ મળવા જઈ રહી છે એ છે શહીદ સ્મારક. આજે કારગિલ વિજય દિવસ છે ત્યારે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિ પણ આ શહીદ સ્મારકમાં  જોવા મળશે. સુરત મનપાની સ્થાયી સમિતિમાં આ પ્રોજેક્ટને પૂર્વ મંજૂરી મળી ચુકી છે.

સુરતના વેસુ વિસ્તારમાં 83,560 ચોરસ મીટર વિસ્તારમાં રૂ.51 કરોડના ખર્ચે આ શહીદ સ્મારક બનવા જઈ રહ્યું છે. અહીં 38 મીટર ઊંચું શહીદ સ્તંભ પણ બનાવવામાં આવનાર છે. 2019-20ના બજેટમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. શહેરીજનો શહીદોને આવા પ્રસંગે શ્રદ્ધાંજલિ અપર્ણ કરી શકે તેના માટે આ પ્રોજેક્ટનું આયોજન મહાનગરપાલિકાએ કર્યું હતું.

ભારત દેશની આઝાદી માટે અનેક જવાનોએ યુધ્ધમાં શુરવીરતા બતાવીને શહીદી વહોરી છે..ત્યારે દેશને મળેલ અમુલ્ય આઝાદીનું મુલ્ય સમજાય તેમજ દેશનાં વીર જવાનોની યશગાથાની જાણકારી લોકોને મળે તે માટે પાલિકા દ્રારા સુરતનાં વેસુ વિસ્તારમાં શહીદ સ્મારક, શૌર્ય સ્મારક અને પીસ સેન્ટરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરનાં વેસુ વિસ્તારમાં 88940 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં આ સ્મારક આકાર પામશે. જે સુરત શહેર માટે એક અનોખા નજરાણા સમાન સાબિત થશે.

–પ્લોટ એરિયા–83,560 ચોરસ મીટર –અંદાજિત ખર્ચ–51.64 કરોડ

–એન્ટ્રન્સ પ્લાઝા જેમાં મેઇન ગેટથી શોર્ય દ્રાર સુધીની જગ્યા રાખવામાં આવી છે..જ્યાં વિશાળ અશોકચક્ર તૈયાર કરવાામં આવશે..તેમજ બંને તરફ ફાઉન્ટેઇન બનાવવામાં આવશે..જ્યાંથી આગળ વધતાં ભારત દેશનો રાષ્ટ્રધ્વજ હશે જ્યાં ધ્વજ વંદન માટે 4500 લોકો એકસાથે ભેગાં થશે.

–શોર્ય દ્રાર જેમાં 16 મીટર ઉંચા લાલ આગ્રા સ્ટોનથી તૈયાર કરવામાં આવેલા આ દ્રાર પર શૌર્ય શબ્દ અંકિત કરેલો હશે..અને દેશના શહીદોનાં તેમજ રાષ્ટ્ર પ્રેમનાં સંદેશાઓનું લખાણ હશે.

–મેમરી સ્ક્વેર અને શહીદ સ્તંભ જેમાં 38 મીટર ઉંચો શહીદ સ્તંબ રહેશે..શહીદ સ્તંભની ત્રણ પાંખો ઇન્ડીયન ફ્રીડમ ફાઇટરોની ત્રણ પાંખોનું એક સરખા યોગદાનનું પ્રતિક દર્શાવાશે..સ્તંભનાં બેઝમાં અમર શહીદ જ્યોતિ અને શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટેનું પ્લેટફોર્મ રહેશે.

–મેડીટેશન હોલ,લાઇબ્રેરી,રીડીંગ સ્પેસ અને આઉટડોર મેડીટેશન એક્ટીવીટી એ પીસ સેન્ટરનાં મુખ્ય ભાગો રહેશે..ગાઢ વૃક્ષોનું ઉધાન તેમજ સુંદર લેન્ડસ્કેપનું પણ આયોજન કરાશે..જેમાં વિશાળ વૃક્ષો સાથેના અર્બન ફોરેસ્ટને ઓક્સિજન પાર્ક તરીકે વિકસાવવામાં આવશે.

નોંધનીય છે કે આ પહેલાં આ જગ્યા પર મહાત્મા મંદિરની જેમ વિશાળ સરદાર મંદિર બનવાનું હતું. પણ આ પ્રોજેક્ટ પડતો મુકીને હવે શહીદ સ્મારક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિઝાઇન માટે દહેરાદુન, ભોપાલ અને બેંગલોરમાં જે શહીદ સ્મારકો બનાવવામાં આવ્યા છે તેની ડિઝાઇનનો પણ અભ્યાસ કરવામાં આવશે.

(9:05 pm IST)